ENTERTAINMENT

દિશા વાકાણી ક્યારે પરત ફરશે તે સવાલ પર અસિત મોદીએ કહ્યું, હવે તો લાગે છે કે મારે જ દયાબેન બની જવું જોઈએ

  • મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાથી ઘણી સિરિયલ્સના પ્રોડ્યૂસર્સ બીજા રાજ્યમાં શૂટિંગ કરી રહ્યા છે
  • અસિત મોદી બાયોબબલમાં રહીને શૂટિંગ કરવા ઈચ્છે છે

મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાથી અનેક ટીવી સિરિયલ્સના પ્રોડ્યૂસર્સને બીજા રાજ્યમાં શૂટિંગ શરૂ કરવાની ફરજ પડી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદીએ હજી સુધી બીજા રાજ્યમાં શૂટિંગ શરૂ કર્યું નથી. આ દરમિયાન એવી પણ અફવા ચાલી રહી છે કે દયાભાભી એટલે કે દિશા વાકાણી શોમાં પરત ફરશે. આટલું જ નહીં પોપટલાલ (શ્યામ પાઠક)ના લગ્ન થાય તેવી ચર્ચા છે. લાંબા સમયથી નટુકાકા (ઘનશ્યામ નાયક) શોમાં જોવા મળ્યાં નથી. આ વાતને લઈ ચાહકો પણ નવાઈમાં મૂકાયા છે. તાજેતરમાં અસિત મોદીએ આ તમામ મુદ્દા પર વાત કરી હતી. દિશા વાકાણીના કમબેક પર અસિત મોદીએ એવો જવાબ આપ્યો હતો કે હવે તેમને લાગે છે કે તેમણે જ દયાબેન બની જવું જોઈએ.

અન્ય જગ્યાએ શૂટિંગ કરવું સરળ નથી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું, ‘અમારી પાસે ઘણાં બધા બેંક એપિસોડ્સ હતાં, તેથી અમે બીજે શૂટિંગ માટે ગયા નહોતા. જોકે, હવે અમે શિફ્ટ થવાનું વિચારી રહ્યાં છીએ અને ટૂંક સમયમાં જ આ અંગે અંતિમ નિર્ણય લઈશું. આ સમયગાળામાં આખી ટીમ સાથે બીજે શિફ્ટ થવું, સરળ નથી. આથી જ અમે સમજી વિચારીને આ નિર્ણય લઈશું.’

ઉલ્લેખનીય છે કે આ શો છેલ્લાં 13 વર્ષથી ચાલી રહ્યો છે. નટુકાકા, દયાભાભી, પોપટલાલ સહિત મહત્ત્વના પાત્રો સિરિયલમાં જોવા મળે છે. નટુકાકા પોતાની બીમારીમાંથી સાજા થઈ ગયા છે. તેમણે ચારેક જેવા એપિસોડ પણ શૂટ કર્યા હતા. જોકે, પછી એકદમ કોરોનાના કેસ વધતા તેમનો ટ્રેક ફરી લાવવામાં આવ્યો નથી. દયાભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લાં ચાર વર્ષથી શોમાં જોવા મળતી નથી. પોપટલાલના લગ્ન ક્યારેય થશે, તે હાલ ખ્યાલ નથી.

સર્જરી બાદ નટુકાકા પહેલી જ વાર સેટ પર આવ્યા ત્યારે ડિરેક્ટરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી

સર્જરી બાદ નટુકાકા પહેલી જ વાર સેટ પર આવ્યા ત્યારે ડિરેક્ટરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી

નટુકાકા જરૂરથી પાછા આવશે, પરંતુ હાલમાં તે ઘરે રહે તે જરૂરી છે
અસિત મોદીએ કહ્યું હતું, ‘નટુકાકા સીનિયર સિટીઝન છે અને હાલમાં જ બીમારીમાંથી સાજા થયા છે. હાલના સંજોગો પ્રમાણે અમને લાગે છે કે તે ઘરે જ રહે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે. જ્યારે પરિસ્થિતિ સારી થશે ત્યારે અમે તેમને ચોક્કસથી પાછા લાવીશું. તે જ રીતે પોપટલાલના લગ્ન મહત્ત્વના છે, પરંતુ હાલના સંજોગોમાં આ ટ્રેકમાં રાહ જોવી પડે તેમ છે.’

લાગે છે કે હું જ દયાબેન બની જાઉં
અસિત મોદીને જ્યારે દયાભાભી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, ‘મને એવું લાગે છે કે હવે તો હું જ દયાબેન બની જાઉં. આ સવાલ છેલ્લાં ઘણાં વર્ષોથી પૂછવામાં આવે છે કે તે ક્યારે પરત આવશે. અમે હજી પણ તેમની રાહ જોઈ રહ્યાં છે. જો તે શો છોડવાની વાત કરે તો અમે નવા દયાબેન લાવીશું. જોકે, હાલમાં દયાબેન પરત આવશે કે નહીં, પોપટલાલના લગ્ન થશે કે નહીં તે વાત મહત્ત્વની નથી. વાસ્તવમાં આ રોગચાળામાં અન્ય બીજા પ્રશ્નો વધારે મહત્ત્વના છે. આ તમામ બાબતોમાં રાહ જોઈ શકાય તેમ છે. અમે વિચારીએ છીએ કે સેફ્ટી પ્રોટોકોલ્સ સાથે શૂટિંગ ચાલુ રાખીએ, જેથી તમામનું ઘર ચાલતું રહે. જો અમને બાયોબબલમાં શૂટિંગ કરવાની પરવાનગી આપે તો તે વધારે અસરકારક છે. મને આ ફોર્મેટમાં કામ કરવું પસંદં છે.’

મહારાષ્ટ્રમાં લૉકડાઉન થતાં આ શોનું શૂટિંગ મુંબઈ બહાર થઈ રહ્યું છે

શો શૂટિંગ લોકેશન
કુમકુમ ભાગ્ય ગોવા
ઈમલી હૈદરાબાદ
આપકી નઝરો ને સમજા ગોવા
સાથ નિભાના સાથિયા 2 ગુજરાત
ગુમ હૈ કિસી કે પ્યાર મેં દિલ્હી
હમારી વાલી ગુડ ન્યૂઝ હરિયાણા
ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટી સુરત
ઇન્ડિયન આઈડલ 12 દમણ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: