ENTERTAINMENT

પોર્નોગ્રાફી કેસ: શિલ્પા શેટ્ટીએ આપેલા નિવેદનની શર્લિને મજાક ઉડાવી, કહ્યું- ‘યેડા બનકે પેડા ખાના’

મુંબઈ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શિલ્પાએ શેટ્ટીએ પોલીસને એમ કહ્યું હતું, ‘હું મારાં કામમાં જ વ્યસ્ત હતી અને રાજ કુંદ્રા શું કહે છે એ મને કશી જ ખબર જ નહોતી.’

મોડલ તથા એક્ટ્રેસ શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસમાં જે નિવેદન આપ્યું તે અંગે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટીએ પોલીસને આપેલા નિવેદનમાં એમ કહ્યું હતું કે તેને પતિના બિઝનેસ અંગે કોઈ જાણ નથી.

શર્લિન ચોપરાએ વીડિયો શૅર કર્યો
શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટીને દીદી કહી હતી. શર્લિને વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘કેટલાંક મીડિયા રિપોર્ટ પ્રમાણે, દીદીનું કહેવું છે કે તેમને તેમના પતિની કુખ્યાત ગતિવિધિઓ અંગે કોઈ માહિતી નહોતી. વધુમાં દીદીએ એમ પણ કહ્યું કે તેમને તેમના પતિની સ્થાવર-જંગમ સંપત્તિના સોર્સની પણ ખબર નથી. હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે, તેનો અંદાજ તો તમે જાતે જ કરી શકો છો. આમ તો આને શું કહેવાય…યેડા બનકર પેડા ખાના… સાચું ને?’

ચાર્જશીટમાં શર્લિનનું પણ નિવેદન સામેલ
પોલીસે 1500 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે, જેમાં શર્લિનનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. શર્લિને કહ્યું હતું કે તેણે સૌરભ કુશવાહા તથા રાજ કુંદ્રાની કંપની આર્મ્સ પ્રાઇમ લિમિટેડને શર્લિન ચોપરા એપ બનાવવાનું કામ આપ્યું હતું. જોકે, તેણે ક્યારેય એપની કમાણીનો ભાગ મળ્યો જ નથી. તેને ક્યારેય 50% ભાગીદારી આપવામાં આવી નહોતી. રાજ કુંદ્રાએ તેને હોટશોટ્સ એપમાં કામ કરવાની ઑફર આપી હતી. આ એપ પણ આર્મ્સ પ્રાઇવેટ લિમિટેડની જ એપ છે. તેને કહેવામાં આવ્યું હતું કે હોટશોટ્સ સાથે કામ કરવાનો નિર્ણય એકદમ યોગ્ય છે. તેને હોટશોટ્સમાં બોલ્ડ કન્ટેન્ટ અંગેની જાણ કરવામાં આવી હતી. જોકે, તેઓ આ અંગે ચોક્કસ ડીલ ફાઇનલ કરી શક્યા નહીં.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ બુધવાર, 15 સપ્ટેમ્બરના રોજ ચાર લોકો સામે આ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં રાજ કુંદ્રા, રેયાન થોરપે (વિયાન એન્ટરપ્રાઇઝીસના આઈટી હેડ), યશ ઠાકુર ઉર્ફ અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષી સામેલ છે. 43 સાક્ષીઓમાંથી પાંચ સાક્ષીએ CRPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સામે પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું છે.

શિલ્પા શેટ્ટીએ પોલીસને શું કહ્યું?
ચાર્જશીટ પ્રમાણે શિલ્પાએ મુંબઈ પોલીસને કહ્યું છે કે રાજ કુંદ્રા શું કામ કરે છે એ વિશે એને કશી ખબર જ નહોતી, કારણ એ પોતાનાં જ કામોમાં અત્યંત વ્યસ્ત હતી. શિલ્પાએ કહ્યું છે, ‘હું મારાં કામમાં જ વ્યસ્ત હતી અને રાજ કુંદ્રા શું કહે છે એ મને કશી જ ખબર જ નહોતી.’ શિલ્પાએ એવું પણ કહ્યું કે વિવાદાસ્પદ એપ ‘હોટશોટ્સ’ કે ‘બોલિફેમ’ વિશે પણ તેને કશી જ ખબર નહોતી.

ગૂગલે બ્લોક કરી તો રાજ કુંદ્રાએ નવી એપ બનાવી
ચાર્જશીટમાં કુંદ્રા પર આ એપ્સ પર પોર્નોગ્રાફિક (અશ્લીલ) વીડિયો સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ છે. તે પ્રમાણે જ્યારે ગૂગલના પ્લેસ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ‘હોટશોટ્સ’ હટાવી દેવામાં આવી તો રાજ કુંદ્રાએ ‘બોલિફેમ’ નામની નવી એપ લોન્ચ કરી દીધી. ચાર્જશીટ કહે છે કે કુંદ્રાએ પોતાનું પોર્ન સામ્રાજ્ય ચલાવવા માટે વિયાન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પરિસરનો ઉપયોગ કર્યો હતો.

19 જુલાઈથી જેલમાં છે કુંદ્રા
રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં તેને 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો. તે પછી જિલ્લા કોર્ટ (એસ્પ્લેનેડ કોર્ટ)એ પછી તેને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો. ત્યારથી તે જેલમાં જ છે. તેની એક જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. રાજ કુંદ્રા પર શર્લિન ચોપરાથી લઇને પૂનમ પાંડે સુધીની અભિનેત્રી કમ મોડલોએ ગંભીર આરોપો લગાવ્યા હતા. મુંબઈ સાયબર પોલીસમાં 2020ના વર્ષમાં આ કેસ દાખલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: