ENTERTAINMENT

ફિલ્મી દુનિયામાં નવો ટ્રેન્ડ: ઘરે બેસીને 125 ઓડિશન મોકલ્યા, ‘બોમ્બે બેગમ્સ’ જેવી સિરીઝમાં કામ મળ્યું, OTTને કારણે એક્ટિંગ કરિયરમાં તકો વધી

મુંબઈ22 મિનિટ પહેલાલેખક: મનીષા ભલ્લા

  • કૉપી લિંક
  • દૂરના ગામોથી લઈ દુબઈ સુધી, વિશ્વભરના લોકો ઓડિશન મોકલી રહ્યા છે.

કેસ 1
બેંગલુરુની કાજલ ચુગ એક્ટિંગમાં કરિયર બનાવવા માગતી હતી, પરંતુ મુંબઈ સેટલ થવા ઈચ્છતી નહોતી. ઘરેથી જ ઓનલાઇન ઓડિશન મોકલતી કાજલે ‘બોમ્બે બેગમ્સ’ તથા ‘ફીલ્સ લાઇક ઈશ્ક’માં કામ કર્યું છે. હવે કાજલ શૂટિંગ માટે મુંબઈ આવે છે અને પછી બેંગલુરુ પરત ફરે છે. બેંગલુરુમાં રહીને જ તે કામની તકો શોધે છે.

કાજલ લૉકડાઉન દરમિયાન રોજ 5-6 ઓડિશન વીડિયો બનાવીને કાસ્ટિંગ એજન્સીને મોકલતી હતી. 100-125 ઓડિશન વીડિયો મોકલ્યા બાદ તેને નેટફ્લિક્સની સિરીઝમાં કામ મળ્યું.

કાજલે કહ્યું હતું કે તેણે બેંગલુરુની ક્રાઇસ્ટ કોલેજમાંથી ડ્રામાનો કોર્સ કર્યો છે, આથી 5-6 ટેકમાં જ તેનું ઓડિશન ઓકે થઈ જતું હતું. તે જાતે જ શૂટ કરતી અને જાતે જ એડિટ કરીને લિંક મોકલતી હતી.

કેસ 2
ઉત્તર પ્રદેશના હમીરપુરથી મિહિર આહુજા પણ નેટફ્લિક્સની સિરીઝમાં જોવા મળે છે. મિહિરને અહીં સુધી પહોંચવા માટે મુંબઈમાં આવીને સ્ટ્રગલ કરવાની જરૂર પડી નહીં. હમીરપુરથી મહિનાઓ સુધી કાસ્ટિંગ એજન્સીઓને ઓડિશન મોકલતો હતો. આજે તેની પાસે બે-ત્રણ વેબ સિરીઝમાં કામ છે.

મિહિર આહુજા તથા કાજલ ચુગ, બંને કલાકાર હાલમાં જ નેટફ્લિક્સની સિરીઝ 'ફીલ્સ લાઇક ઈશ્ક'માં સાથે જોવા મળ્યા હતા.

મિહિર આહુજા તથા કાજલ ચુગ, બંને કલાકાર હાલમાં જ નેટફ્લિક્સની સિરીઝ ‘ફીલ્સ લાઇક ઈશ્ક’માં સાથે જોવા મળ્યા હતા.

કાજલ તથા મિહિર એકલા જ નથી, ઓનલાઇન ઓડિશથી કામ મેળવાનારા ડઝનો કલાકારો છે. આ કલાકારો કામની શોધમાં કાસ્ટિંગ એજન્સીના દરવાજા સુધી જતા નથી. ફિલ્મી દુનિયામાં નવી પેઢીનો સંઘર્ષ હવે બદલાઈ ગયો છે. ઘર છોડીને, મિત્રો પાસેથી ટિકિટના પૈસા ઉધાર લઈને મુંબઈ આવવું, મહિનાઓ-વર્ષો સુધી સ્ટૂડિયોના ચક્કર કાપવા, રૂમ શૅર કરીને રહેવું અને રાત્રે સપના જોતાં જોતાં ભૂખ્યા સૂઈ રહેવું હવે આવો સંઘર્ષ રહ્યો નથી.

કેવી રીતે પરિવર્તન આવ્યું?
કોવિડને કારણે બે વસ્તુઓ થઈ છે. એક તો થોડો સમય માટે ફિઝિકલ ઓડિશન લગભગ બંધ થઈ ગયા. બીજી બાજુ OTT (ઓવર ધ ટોપ)ના ગ્રોથને કારણે કન્ટેન્ટની મારામારી થઈ ગઈ, કામ અનેકગણું વધી ગયું. લૉકડાઉનમાં OTTને કારણે અનેક લોકોનું નસીબ અનલૉક થઈ ગયું. ઘેર બેસીને ઓડિશન આપ્યા અને એક્ટર બની ગયા.

કાસ્ટિંગ એજન્સીના મતે, પહેલાં આર્ટિસ્ટ માટે કામ શોધવું જરૂરિયાત હતી. હવે કન્ટેન્ટની ડિમાન્ડ વધવાને કારણે આર્ટિસ્ટની પણ ડિમાન્ડ વધી છે.

કામ વધ્યું અને કામ કરનારા પણ
કાસ્ટિંગ ડિરેક્ટર કુનાલ એમ શાહે કહ્યું હતું કે આર્ટિસ્ટની ડિમાન્ડ વધી છે, પરંતુ ઓનલાઇનને કારણે ઓડિશન આપનારાની સંખ્યા પણ વધી છે. પહેલા બધા માટે મુંબઈ આવવું શક્ય નહોતું. હવે ઘરે બેસીને દરેક લોકો ઓડિશન આપી શકે છે. એટલે કે તક વધી છે તો સામે કોમ્પિટિશન પણ અનેકગણી વધી ગઈ છે.

દુબઈ તથા લંડનમાં પણ કાસ્ટિંગ
‘રામસેતુ’ સહિત અનેક જાણીતી ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર શ્રુતિ મહાજને કહ્યું હતું કે અત્યારે ‘રામસેતુ’ માટે મુંબઈમાં બેસીને દુબઈથી કાસ્ટિંગ કર્યું હતું. અત્યારે લંડનના કેટલાંક ઓડિશન જુએ છે. અત્યારે એક વેબ સિરીઝ માટે કાશ્મીરથી ઓડિશન રિવ્યૂ કર્યા બાદ કાસ્ટિંગ કર્યું હતું.

આર્ટિસ્ટની ક્ષમતા વધી
કાસ્ટિંગ ડિરેક્ટર સોહન ઠાકુરે કહ્યું હતું કે પહેલાં મુંબઈ સુધી ટ્રાવેલ કરીને આર્ટિસ્ટ થાકેલા હોય છે. બીજા એક્ટરને જોઈને તેઓ ઘણાં જ કોન્શિયસ થઈ જાય છે. દિવસમાં મુશ્કેલથી એક કે બે ઓડિશન થઈ શકતા હતા. આજે ડિજિટલી ક્ષમતાને કારણે 10-20 ઓડિશન કોઈ મુશ્કેલ વાત નથી.

ફિઝિકલ ઓડિશનના પોતાના ફાયદા
ફિલ્મ ‘સ્ત્રી’ તથા TVF (ધ વાઇરલ ફિવર)ની સિરીઝ માટે કાસ્ટિંગ કરનારા શિવ ચૌહાણને મતે, ફિઝિકલ ઓડિશનના પણ પોતાના ફાયદા છે. રીટેક લઈ શકાય છે. ઓનલાઇનમાં યોગ્ય રીતે ક્યૂ ના મળવાને કારણે ડાયલોગ ડિલિવરીમાં ભૂલ થાય છે. આ ત્યારે આસિસ્ટન્ટ લાઇવ ઓડિશન કરાવે છે.

OTTની સાથે ટીવીનું પણ યોગદાન
સિને ટીવી આર્ટિસ્ટ ઓસોસિયેશનના સચિવ અમિત બહલે કહ્યું હતું કે OTTને કારણે એક્ટર્સની ડિમાન્ડ વધી છે, પરંતુ તેમાં ટીવીનું પણ મોટું યોગદાન છે. હવે ટીવી શો ઓન એર થઈ ચૂક્યા છે તો કામ વધવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: