ENTERTAINMENT

બોલિવૂડની મુશ્કેલી: ફિલ્મ સર્ટિફિકેશન ટ્રિબ્યૂનલ બરખાસ્ત, હવે પ્રોડ્યૂસર્સે સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જવું પડેશ

  • ફિલ્મ પ્રોડ્યૂસર્સનો ખર્ચ પણ વધશે, મોડું પણ થશે
  • લોકસભામાં બિલ પાસ ના થયું તો ઓર્ડિનન્સ લાવવામાં આવ્યો

ભારત સરકારે ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યૂનલને રાતોરાત બરખાસ્ત કરી દીધું છે, જેને કારણે ફિલ્મ પ્રોડ્યૂસર્સ માટે સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ અપીલમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે બે દિવસ પહેલાં જ ધ ટ્રિબ્યૂનલ રિફોર્મ્સ (રેશનલાઈઝેશન એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ) ઓર્ડિનન્સ, 2021 રિલીઝ કર્યો છે.

આને કારણે અલગ-અલગ 8 ટ્રિબ્યૂનલને બરખાસ્ત કરવામાં આવી છે, જેમાં ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યૂનલ પણ સામેલ છે. હવે જ્યારે પણ પ્રોડ્યૂસર્સને સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ આપત્તિ હશે તો તેણે સીધા હાઈકોર્ટમાં અપીલ કરવી પડશે. ફિલ્મ કલાકારોએ આ દિવસને કાળો દિવસ ગણાવ્યો છે. હંસલ મહેતાથી લઈ વિશાલ ભારદ્વાજ સુધીના સેલેબ્સે સો.મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે.

પ્રોડ્યૂસર-ડિરેક્ટર, સંગીતકાર વિશાલ ભારદ્વાજે પણ સો.મીડિયામાં સરકારના નિર્ણય વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ફિલ્મ પ્રોડ્યૂસર્સ માને છે કે આનાથી ઈન્ડસ્ટ્રીને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યૂનલ (FCAT)નું કામ આ હતું
ભારત સરકારે સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ 1983માં ફિલ્મ સર્ટિફિકેશન ટ્રિબ્યૂનલની રચના કરી હતી. આ ટ્રિબ્યૂનલમાં સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ ફરિયાદ કરી શકાતી હતી. સેન્સર બોર્ડે કોઈ કટ અથવા તો કોઈ સુધારાનો આદેશ આપ્યો હોય અને ફિલ્મ પ્રોડ્યૂસરને લાગે કે સેન્સર બોર્ડનો આદેશ યોગ્ય નથી તો તે ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકતો હતો.

ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસિસોયેશન (IMPPA)ના પ્રેસિડન્ટ ટીપી અગ્રવાલ

ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસિસોયેશન (IMPPA)ના પ્રેસિડન્ટ ટીપી અગ્રવાલ

બહુ જ ખરાબ સમાચારઃ IMPPA
ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસિયોસેશન (IMPPA)ના પ્રમુખ ટીપી અગ્રવાલે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગ માટે આ ટ્રિબ્યૂનલ બરખાસ્ત કરવી એ ઘણાં જ ખરાબ સમાચાર છે. અત્યાર સુધી અમે લોકો સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ ટ્રિબ્યૂનલમાં જતા હતા અને મોટાભાગના કેસ સેટલ થઈ જતા હતા. ટ્રિબ્યૂનલ સર્ટિફિકેટ પણ રિલીઝ કરતું હતું, જે અમારા માટે માન્ય હતું. કદાચ કોઈ કેસ હોય, જ્યાં ટ્રિબ્યૂનલના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જવું પડે છે. હવે ટ્રિબ્યૂનલ ના રહેવાથી સીધા હાઈકોર્ટમાં જવું પડશે અને તેમાં ખાસ્સો સમય લાગશે.

‘લિપસ્ટિક અંડર માય બુરખા’ જેવી ફિલ્મ ટ્રિબ્યૂનલે જ પાસ કરી હતી
ફિલ્મ ક્રિટિક મયંક શેખરે કહ્યું હતું કે સેન્સર બોર્ડ પછી ફિલ્મ મેકર પાસે કોઈ વિન્ડો હોવી જરૂરી છે, જ્યાં તે પોતાની વાત કહી શકે, સેન્સર બોર્ડ પછી તે સીધો કોર્ટમાં કેવી રીતે જશે. ફિલ્મ મેકર્સ માટે આ એક પ્રકારની પજવણી છે. ટ્રિબ્યૂનલે હંમેશાં મહત્ત્વના નિર્ણયો આપ્યા છે. ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ જેવી અનેક ફિલ્મના નિર્ણયો ઓછા સમયમાં થયા છે. આ ટ્રિબ્યૂનલ, સેન્સર બોર્ડના વિરોધ બાદ સેન્સર બોર્ડની માગ પ્રમાણે, તેમાં ફરેફારની સૂચના આપીને સર્ટિફિકેટ આપતું હતું. તેની પાસે સર્ટિફિકેટ આપવાનો અધિકાર હતો, પરંતુ હવે તેને પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. કોર્ટે પોતાના 20-20 કેસ જોશે કે ફિલ્મ. કોર્ટ-કચેરી, વકીલ વગેરેના લાંબા તથા અટપટા કેસમાં કોઈ મુશ્કેલીમાં પડવા માગશે નહીં.

પૂનમ ધિલ્લોન લાંબા સમયથી આ ટ્રિબ્યૂનલ સાથે જોડાયેલા છે. તે પણ આ નિર્ણયથી નાખુશ છે

પૂનમ ધિલ્લોન લાંબા સમયથી આ ટ્રિબ્યૂનલ સાથે જોડાયેલા છે. તે પણ આ નિર્ણયથી નાખુશ છે

ટ્રિબ્યૂનલની સભ્ય પૂનમ ધિલ્લોન પણ નારાજ
વર્ષ 2017માં આ ટ્રિબ્યૂનલની સભ્ય બનેલી પૂનમ ધિલ્લોનની સાથે ભાસ્કરે ખાસ વાત કરી હતી. ભાજપ મુંબઈ મહાનગરની ઉપાધ્યક્ષ રહેલાં પૂનમે કહ્યું હતું, ‘આ ટ્રિબ્યૂનલ સેન્સર બોર્ડ તથા ફિલ્મ પ્રોડ્યૂસરની વચ્ચે એક પ્લેટફોર્મ હતું. અમે લોકો સેન્સર બોર્ડના ઓબ્જેક્શનને કારણે ફિલ્મ એક નહીં, પરંતુ ત્રણ-ત્રણ વાર જોતા હતા. પ્રોડ્યૂસર જે ફેરફાર કરતાં, તે પણ અનેકવાર જોતા હતા. તમામનો સમય બચી જતો હતો. હવે પ્રોડ્યૂસરે સીધું હાઈકોર્ટમાં જવું પડશે. ગંભીર બાબતોમાં ઓવરલોડ કોર્ટની પાસે કોઈ પણ ફિલ્મ જોવા માટે સમય જ નથી.’

પૂનમ ધિલ્લોનાના મતે, ટ્રિબ્યૂનલમાં કોઈ પણ સભ્ય સેલરી પર નહોતો. માત્ર ફિલ્મ જોવાના 2000 રૂપિયા મળતા હતા, જે ટ્રિબ્યૂનલ સભ્યો માટે કોઈ મોટી રકમ નહોતી. જોકે, આ મહત્ત્વનું પ્લેટફોર્મ હતું. અહીંયા ફિલ્મ અંગેના વિવાદ ઝડપથી ઉકેલાતા હતા. સ્પષ્ટ છે કે ફિલ્મ સેન્સર બોર્ડમાં ત્યારે જ આવે જ્યારે રિલીઝ માટે તૈયાર હોય. જો ફિલ્મ કોર્ટમાં અટકી જશે તો પ્રોડ્યૂસર્સને થતું નુકસાન માત્ર તે જ સમજી શકશે.

આનંદ પંડિત આમ તો સરકારના પક્ષમાં છે, પરંતુ આ નિર્ણયને કારણે નારાજ

આનંદ પંડિત આમ તો સરકારના પક્ષમાં છે, પરંતુ આ નિર્ણયને કારણે નારાજ

ફિલ્મ જોવી કોર્ટનું કામ નથીઃ આનંદ પંડિત
ફિલ્મ ‘ચેહરે’ તથા ‘બિગ બુલ’ના પ્રોડ્યૂસર આનંદ પંડિતે કહ્યું હતું કે સરકાર આ ટ્રિબ્યૂનલને કેમ બરખાસ્ત કરી તેની પાછળ કોઈ વાજબી કારણ હશે, પરંતુ પ્રોડ્યૂસર તરીકે મારી વાત કરું તો ફિલ્મના વિવાદ માટે કોર્ટમાં જવું સરળ નથી. કોર્ટ જરૂરી કેસના તો સમયસર ચૂકાદા આપી શકતા નથી, તે ફિલ્મ કેવી રીતે જોશે અને ફિલ્મ અંગે નિર્ણય લેવા તે પોતાનામાં ટેક્નિકલ કામ છે. આ કામ કોર્ટનું નથી.

ટ્રિબ્યૂનલમાં કોણ કોણ સભ્ય છે?
સરકારે એ પણ નક્કી કર્યું હતું કે હાઈકોર્ટના સેવાનિવૃત્ત જજ આ ટ્રિબ્યૂનલના અધ્યક્ષ હશે. એ પણ નક્કી હતું કે કેન્દ્ર સરકાર તરફથી ટ્રિબ્યૂનલમાં ચાર સભ્યોની નિયુક્તિ થશે. જોકે, આ ચાર સભ્યો કોણ છે, તેમના માપદંડો હજી સુધી નક્કી કરવામાં આવ્યા નથી. એટલે કે સરકાર ઈચ્છે તે કોઈને પણ સભ્ય બનાવી શકતી હતી. હવે ટ્રિબ્યૂનલ બરખાસ્ત થઈ, જેમાં સેવાનિવૃત્ત ચીફ જસ્ટિસ મનમોહન સરીન પ્રમુખપદ પર હતા. 2017માં ટ્રિબ્યૂનલના અન્ય બાકીના ચાર ચહેરા સભ્યોમાં એડવોકેટ બીના ગુપ્તા, પત્રકાર શેખર અય્યર, ભાજપના નેતા શાઝિયા ઈલ્મી તથા ભાજપ સાથે જોડાયેલ એક્ટ્રેસ પૂનમ ધિલ્લોનને સામેલ કરવામાં આવ્યા હતા. પછી શાઝિયા ઈલ્મી તથા પૂનમને બદલે ફિલ્મ ક્રિટિક સૈબલ ચેટર્જી તથા મધુ જૈનને સામેલ કરવામાં આવ્યા હતા.

હવે પ્રોડ્યૂસર્સનો ખર્ચ વધશે અને મોડું પણ થશે
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ કહ્યું હતું કે સેન્સર બોર્ડના નિર્ણય વિરુદ્ધ ટ્રિબ્યૂનલમાં જવું સરળ હતું, જેમાં માત્ર એક સિમ્પલ અરજી કરવાની હતી. પ્રોડ્યૂસર ઈચ્છે તો જાતે પણ ટ્રિબ્યૂનલ સમક્ષ હાજર થઈને પોતાની વાત રજૂ કરી શકતો હતો. હવે હાઈકોર્ટમાં જવાનો અર્થ એ કે હવે વ્યવસ્થિત રીતે કાયદાકીય અપીલ કરવાની હશે, વકીલ પણ રોકવો પડશે. આપણાં ત્યાં ન્યાયતંત્ર પર પહેલેથી જ વર્કલોડ વધુ છે અને કોવિડ 19ની સ્થિતિમાં આ વર્કલોડ વધી ગયો છે. હાઈકોર્ટના નિર્ણયમાં મોડું થઈ શકે છે. ફિલ્મના કેટલાંક સીનને આદેશ પ્રમાણે રી-શૂટ કરવામાં અને પછી ફિલ્મને રિલીઝ કરવામાં મોડું થઈ શકે છે. આમાં ઘણું જ નુકસાન થઈ શકે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અસર કરનારો આટલો મોટો નિર્ણય લેતાં પહેલાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે ચર્ચા વિચારણા કરી નથી. આજે ઈન્ડસ્ટ્રીના અનેક લોકો સરકારની ગુડ બુકમાં છે. સમય સમય પર તે સરકારના અનેક કેમ્પેનમાં ભાગ લે છે અને સપોર્ટ કરે છે, પરંતુ સરકારે તેમને પણ કંઈ પૂછવાની જરૂર ના સમજી.

ઓર્ડિનન્સ લાવવામાં આવ્યો
સરકારે The Tribunals Reforms (Rationalisation and Circumstances of Service) Ordinance, 2021 રિલીઝ કર્યો છે. આ તમામ ટ્રિબ્યૂનલ્સની ન્યાયિક સત્તા બદલાઈ છે. એટલે કે અપીસ સાંભળવાનો જે ન્યાયિક અધિકાર હતો તે અત્યાર સુધી ટ્રિબ્યૂનલનો હતો. હાઈકોર્ટ તથા સત્તા મંડળને આ અધિકાર હાઈકોર્ટને આપ્યો છે.

લોકસભામાં બિલ આવ્યું હતું
મોટા મોટા પ્રોડ્યૂસર્સે કહ્યું હતું કે સરકારે આ નિર્ણય અચાનક જ લીધો છે, પરંતુ વાસ્તવમાં નાણા મંત્રી સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં લોકસભામાં The Tribunals Reforms (Rationalisation and Circumstances of Service) Invoice, 2021 રજૂ કર્યું છે. બજેટ સત્રમાં આ બિલને મંજૂર કરવા માટે ચર્ચા માટે લાવવામાં આવ્યું નહોતું. આથી હવે ઓર્ડિનન્સ રિલીઝ કરવામાં આવ્યો છે.

વિસ્તાર વધારવાની વાત હતી
ભારતીય ફિલ્મની સેન્સરશિપમાં સુધારો લાવવા માટે શ્યામ બેનેગલ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ ભલામણ કરી હતી કે સામાન્ય જનતામાં જે લોકો ફિલ્મ અંગે વિરોધ કરવા માગે છે, તેમણે આ ટ્રિબ્યૂનલમાં અરજી કરવાની મંજૂરી આપવામાં આવતી હતી, જેને કારણે ન્યાયી પ્રણાલી પર કાર્યભાર ઓછું થશે અને માત્ર પ્રસિદ્ધિ માટે કોર્ટમાં જનારા લોકો પર અંકુશ આવશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: