ENTERTAINMENT

મામા-ભાણીયાનો વિવાદ: હવે, કૃષ્ણા અભિષેકે કહ્યું, ‘મામા-મામીની માફી માગું છું, આ દુશ્મનીને કારણે થાકી ગયો છું’

મુંબઈ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 2018થી ગોવિંદા તથા કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે

કોમેડિયન કૃષ્ણા અભિષેક હાલમાં મામા ગોવિંદા તથા મામી સુનીતા સાથેના ઝઘડાને કારણે ચર્ચામાં છે. છેલ્લાં ત્રણ વર્ષથી તેમની વચ્ચે અણબનાવ ચાલે છે. થોડાં સમય પહેલાં જ ગોવિંદા તથા સુનીતા ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યા હતા. આ એપિસોડમાં કૃષ્ણા અભિષેક આવ્યો નહોતો. વાત એ હદે વધી ગઈ કે સુનીતાએ કહ્યું હતું કે તે જીવનમાં ક્યારેય કૃષ્ણાનો ચહેરો જોવા માગતી નથી. હવે કૃષ્ણાએ આ અંગે વાત કરી હતી.

કૃષ્ણાએ માફી માગી
કૃષ્ણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે મામીએ મારા વિશે અઢળક વાતો કરી અને તેનાથી મને ખોટું લાગ્યું છે. જોકે, મને ખ્યાલ છે કે તે ઘણાં જ ગુસ્સામાં છે, કારણ કે તે મને સૌથી વધારે પ્રેમ કરે છે. ‘હું તેનો ચહેરો જોવા નથી માગતી’, તેવી ફિલ્મી વાત કરવી એ બતાવે છે કે તે કઈ હદે આહત થયા છે અને ગુસ્સામાં પણ છે. તમે જેને પ્રેમ કરતાં હો તેના પર જ ગુસ્સો કરો છો. આ શબ્દ માત્રને માત્ર મા-બાપ બોલી શકે છે.’

વધુમાં કૃષ્ણાએ કહ્યું હતું, ‘આઇ લવ યુ મામા તથા મામી. હું તેમની માફી માગું છું. મેં અનેકવાર પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મને માફ કર્યો નથી. મને નથી ખબર કે તેઓ મને કેમ માફી આપવા તૈયાર નથી. અનેક ઇન્ટરવ્યૂમાં મેં કહ્યું કે અમે અમારી વચ્ચેના મતભેદ દૂરી કરી લેશું અને તેમણે પણ આ વાત કહી. જોકે, હજી પણ અમારી વચ્ચે અણબનાવ છે. મામા-મામી હું તમને ઘણો જ પ્રેમ કરું છું. તમારી આ દુશ્મની મને ઘણી જ હેરાન-પરેશાન કરે છે. હું અંદરથી દુઃખી છું. તેઓ મારા પેરેન્ટ્સ જેવા છે.’

આ પહેલાં સુનીતાએ શું કહ્યું હતું?
સુનીતા આહુજાએ કહ્યું હતું, ‘જ્યારે પણ અમે કપિલના શોમાં આવીએ છીએ ત્યારે તે (કૃષ્ણા અભિષેક) પબ્લિસિટી માટે મીડિયામાં અમારા વિશે કંઈ ને કંઈ કહે છે. શું ફાયદો છે આ બધું બોલીને? ઘરની વાતોને પબ્લિકમાં લાવવાનો કોઈ અર્થ નથી. ગોવિંદા ભલે આ મુદ્દે કંઈ ના બોલે, કંઈ રિએક્ટ ના કરે, પરંતુ મને બહુ જ ગુસ્સો આવે છે. તેના વગર પણ અમારો શો હિટ થાય જ છે અને આ પણ થશે.’

સુનીતા અહીં નહોતી અટકી, તેણે કૃષ્ણા અભિષેક પર ગુસ્સો વ્યક્ત કરતાં આગળ કહ્યું હતું, ‘તેની કોમિક ટેલન્ટ માત્ર તેના મામા ગોવિંદાના નામ સુધી જ સીમિત છે. તે હંમેશાં કહે છે કે મારા મામા આ ને મારા મામા આ. શું તે એટલો ટેલન્ટેડ નથી કે મામાના નામનો ઉપયોગ કર્યા વગર શો હિટ કરાવી શકે? સુનીતાએ કહ્યું હતું કે છેલ્લાં 3 વર્ષમાં ટેન્શન એ હદે વધી ગયું કે સમાધાનનો કોઈ સવાલ જ નથી. તમે પરિવારના નામ પર અપમાન ના કરી શકો અને ખોટો ફાયદો ઉઠાવી ના શકો. તેમણે કૃષ્ણા અભિષેકનું લાલન-પાલન કરીને મોટો કર્યો છે. જો તેણે સાસુના અવસાન બાદ કૃષ્ણાને ઘરમાંથી હાંકી કાઢ્યો હોત? જેણે મોટા કર્યા તેની સામે જ તે બોલવા લાગ્યો. તે બસ એટલું જ કહે છે કે આ વિવાદ ક્યારેય પૂરો નહીં થાય. હવે તે કૃષ્ણાનું મોં જોવા માગતી નથી.

શું છે વિવાદ?
2018માં કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે સો.મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે કેટલાક લોકો પૈસા માટે નાચે છે. આ પોસ્ટ પર સુનીતાએ કહ્યું હતું કે આ પોસ્ટ તેના પતિ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. ત્યાર બાદ ગોવિંદા-સુનીતાએ કૃષ્ણા-કાશ્મીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: