ENTERTAINMENT

ITના દરોડાનો ત્રીજો દિવસ: દાવો- સોનુ સૂદ વિરુદ્ધ ટેક્સમાં ગેરરીતિના અનેક પુરાવા મળ્યા, શૂટિંગની ફીની લેવડ-દેવડમાં હેરાફરી જોવા મળી

મુંબઈ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સોનુ સૂદના ઘરે 15 સપ્ટેમ્બરના રોજ ITના દરોડા પડ્યા હતા.

સોનુ સૂદના ઘર-ઓફિસ સહિત છ જગ્યાએ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા છે. સતત ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે. સૂત્રોએ દાવો કર્યો છે કે IT ડિપાર્ટમેન્ટને દરોડા દરમિયાન અંગત ફાયનાન્સ સાથે જોડાયેલી એક બાબતમાં ટેક્સની ગેરરીતિ જોવા મળી છે. શૂટિંગ માટે સોનુએ જે પણ ફી લીધી હતી, તેમાં પણ અનિયમિતતા જોવા મળી છે. ઇનકમ ટેક્સ વિભાગ સોનુના ચેરિટી ફાઉન્ડેશનના અકાઉન્ટની પણ તપાસ કરે છે.

કહેવાય છે કે આજે (17 સપ્ટેમ્બર) કાર્યવાહી પૂરી થઈ શકે છે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની માહિતી જાહેર કરી શકે છે. ટીમે સોનુની અકાઉન્ટ બુક, આવક, ખર્ચ તથા ફાયનાન્સિયલ રેકોર્ડ્સની તપાસ કરી છે. ગુરુવાર, 16 સપ્ટેમ્બરના રોજ નાનકડા બ્રેક બાદથી ટીમ સતત મુંબઈ તથા લખનઉની જગ્યા પર તપાસમાં વ્યસ્ત છે.

સ્ટાફ-પરિવારની પૂછપરછ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સોનુના ઘરમાં હાજર પરિવાર તથા સ્ટાફની પૂછપરછ કરી છે. અધિકારીઓ કેટલીક ફાઇલ તેમની સાથે લઈ ગયા છે. કોરોનાકાળમાં સોનુએ હજારો લોકની મદદ કરી હતી. સોનુએ સ્વૈચ્છિક સંસ્થા ‘સૂદ ચેરિટી ફાઉન્ડેશન’ની શરૂઆત કરી છે. આ સંસ્થા હેલ્થકેર, એજ્યુકેશન, નોકરી તથા ટેક્નિકલ એડવાન્સમેન્ટ પર કામ કરે છે. અધિકારીઓએ અહીંયા પણ તપાસ કરી હતી. સૂત્રોના મતે, ઇનકમ ટેક્સ વિભાગ એક રિયલ એસ્ટેટની ડીલની તપાસ કરી રહ્યું છે.

એક ફિલ્મની ફી 2 કરોડ રૂપિયા
caknowledge.comના અહેવાલ પ્રમાણે, સપ્ટેમ્બર, 2021માં સોનુની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા છે. સોનુ પત્ની તથા બાળકો સાથે મુંબઈમાં રહે છે. હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા પંજાબી ફિલ્મમાં કામ કર્યું છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયાની ફી લે છે. સોનુનું પોતાનું પ્રોડક્શન હાઉસ શક્તિ સાગર છે, જે તેના પિતાના નામ પર છે. સોનુએ અત્યાર સુધી 70 ફિલ્મમાં કામ કર્યું છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તથા ફિલ્મથી સોનુ દર મહિને એક કરોડની કમાણી કરે છે. વર્ષે 12 કરોડ કમાય છે.

ઘર તથા કાર કલેક્શન
સોનુ પરિવાર સાથે મુંબઈના અંધેરીના લોખંડવાલામાં 2600 સ્કેવર ફૂટના 4 BHK (બેડરૂમ, હોલ, કિચન) અપાર્ટમેન્ટમાં રહે છે. મુંબઈમાં બીજા બે ફ્લેટ છે. તેના વતન મોગામાં એક બંગલો છે. જુહૂમાં એક હોટલ છે. લૉકડાઉનમાં સોનુએ પોતાની હોટલને આઇસોલેશન સેન્ટર બનાવી દીધું હતું. સોનુ પાસે 66 લાખની મર્સિડિઝ બેન્ઝ, 80 લાખની ઓડી તથા 2 કરોડની પોર્શે કાર છે.

થોડાં દિવસ પહેલાં કેજરીવાલ સરકારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો
27 ઓગસ્ટના રોજ દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંબંધિત પ્રોગ્રામનો બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યો છે. આ દરમિયાન તે આમ આદમી પાર્ટીમાં સામેલ થશે એવી અટકળો પણ ચાલી રહી હતી. જોકે, સોનુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આ અંગે કોઈ વાત થઈ નથી. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે AAP પાર્ટીની સાથે જોડાવવાને કારણે સૂદને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: