GUJARAT

આણંદની ‘અશક્ત’ દૂધ મંડળીને ‘શક્તિ’નો સથવારો, મહિલાઓએ મંડળીને નફાકારક બનાવી બેસ્ટ મેનેજમેન્ટનું ઉદાહરણ પૂરું પાડ્યું

આણંદ નજીકના બોરસદ તાલુકાના ઝાકળિયાપુરા ગામની દૂધ મંડળી બંધ હાલતમાં હતી. સ્થાનિક મહિલાઓેએ નિર્ધાર કર્યો કે અમારે આ દૂધ મંડળી શરૂ કરવી છે અને મહિલાઓની જીદે બંધ પડેલી દૂધ મંડળી ચાલુ તો થઇ એટલુ જ નહિં પણ મહિલાઓની મહેનત રંગ લાવી અને પરિવાર પણ આર્થિક રીતે સમૃદ્ધ થયો. ખેતીના સાધનો વસાવ્યા અને મહેનત પણ ઓછી થઇ.

તમામ વહીવટ મહિલાઓ કરે છે
પ્રારંભિક ગણ્યા ગાંઠ્યા સભાસદોથી શરૂ થયેલી દૂધ મંડળીમાં હાલ 429 મહિલા સભાસદો છે. મંડળીના પ્રારંભના સમયે મહિલાઓ પાસે માંડ એકાદ દૂધાળા પશુ હતા. પરંતુ સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. તેમ ધીરે ધીરે પરિશ્રમ રંગ લાવ્યો. અને મહિલાઓ પાસે આજે છ-છ દૂધાળા પશુઓ છે સારી આવક ધરાવે છે અને પગભર થતાં ઘરમાં પણ આનંદ છવાયો છે. આજે પણ દૂધ મંડળીના તમામ હોદ્દા અને વહીવટ મહિલાઓને હસ્તક છે.

એક દાયકાથી સંચાલન કરે છે
તમામ કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. બંધ પડેલી દૂધ મંડળીને મહિલાઓએ પુન: ધમધમતી કરી દીધી છે. મંડળીમાંથી દર વર્ષે અપાતાં બોનસના દરમાં પણ વધારો થયો છે. દૂધ મંડળીનું એક દાયકાથી મહિલાઓ સંચાલન કરી રહી છે. મહિલાઓ દ્વારા કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી દૂધનું કલેક્શન કરવામાં આવે છે. તેમજ દૂધ મંડળીની તમામ કામગીરી અને વહીવટ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: