GUJARAT

કોરોના વડોદરા LIVE: શહેર-જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, રિકવરી રેટ 99.09 ટકા ઉપર પહોંચ્યો, હવે માત્ર 26 દર્દી સારવાર હેઠળ

વડોદરા20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • અત્યાર સુધીમાં કુલ 71,237 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 71,886 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,237 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

વડોદરામાં 26 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે આરોગ્ય તંત્રના રાહત જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં સોમવારે લેવાયેલા 1,287 નમૂનાઓમાંથી 4 લોકો કોરોના સંક્રમિત જણાતા તેઓને સારવાર હેઠળ ખસેડાયા છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં 26 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી વેન્ટિલેટર પર 1 અને ઓક્સિજન પર 1 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 2 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો 71,237 પર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં માત્ર 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. હરણી, ગોત્રી અને વાઘોડિયા રોડ પર નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1 કેસ વડોદરા ગ્રામ્યમાં નોંધાયો હતો.

મ્યુકરમાઇકોસિસની 31 સર્જરી કરાઈ
વડોદરા શહેરમાં સોમવારે મ્યુકોરમાઇકોસીસના સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે 31 જેટલી સર્જરી કરવામાં આવી હતી. બીજી તરફ સારવાર લઈ રહેલા 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયો હતો. સયાજી હોસ્પિટલમાં સોમવારે મ્યુકોરમાઇકોસિસના વધુ 1 કેસ નોંધાયો હતો. સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના 20 ઓપરેશન કરવામાં આવ્યા હતા અને દાખલ 3 દર્દીઓની બાયોપ્સીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવી છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાંથી આજે 1 નવો દર્દી દાખલ થયો હતો. જેમાં 4 દર્દીઓની બાયોપ્સી લેવા સાથે 11 જેટલી સર્જરી કરવામાં આવી હતી. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,749 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,886 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9661 પશ્ચિમ ઝોનમાં 11,914, ઉત્તર ઝોનમાં 11,762, દક્ષિણ ઝોનમાં 11,764, વડોદરા ગ્રામ્યમાં 26,749 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સોમવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
હરણી, ગોત્રી, વાઘોડિયા રોડ

ગ્રામ્યઃ ધનીયાવી

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: