GUJARAT

ભેદ ઉકેલાયો: રાજકોટમાં માસી પર ‘મોહી’ ગયેલા ‘નિર્મોહી’ની માસા કુંદનના હાથે હત્યા, માસાને કહ્યું હતું-હું તો તેની સાથે જ જીવીશ અને મરીશ

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

મૃતકની ફાઈલ તસ્વીર

  • બુધવારે રાત્રીના માસા કુંદન દ્વારા કરવામાં આવી હતી નિર્મોહીની હત્યા
  • ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ બુધવારે રાતે થયેલી મુળ યુપીના બલરામપુરના નિર્મોહી ઉર્ફ ભભૂતિ રામતિરથ ચૌહાણની હત્યાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાંખ્યો છે. નિર્મોહીને તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે છરાનો ઘા ઝીંકી પતાવી દીધાનું ખુલતાં તેને ઉઠાવી લેવાયો છે. તેની સાથેના બે શખ્સને પણ સકંજામાં લીધા છે. નિર્મોહી પોતાની માસી પર મોહી ગયો હોઇ અને બંને વચ્ચે આડાસંબંધ બંધાયા હોઇ તે કારણે માસા કુંદન સાથે થયેલી માથાકુટ કરતા મૃતકે કહ્યું હતું કે,હું તો તેની સાથે જ જીવીશ અને મરીશ. જેથી તેના માસાએ નિર્મોહીની હત્યા કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા હતા.

પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા હતા.

શું હતો સમગ્ર બનાવ
બુધવારની રાત્રે શહેરના 150 ફૂટ રિંગરોડ pr ફોર્ચ્યુન હોટેલ પાછળ ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ એરિયા ગેલઆઇ સોસાયટીના ખુણા પાસે એક યુવાન દોટ મુકીને ભાગતી વેળાએ ઉભેલી કાર સાથે અથડાઇને પડી ગયા બાદ ભેગા થયેલા લોકોએ જોતાં તેના ગળા પર ઘા દેખાયો હતો. હોસ્પિટલમાં ખસેડાતાં તેને મૃત જાહેર કરાયો હતો. ગઇકાલે સવારે આ યુવાનની ઓળખ થઇ હતી. તે યુપીના બલરામપુરના મહાદેવ અત્તરપરીનો વતની નિર્મોહી ચૌહાણ હોવાનું અને હાલ મવડી અજંતા ઇન્ડસ્ટ્રીઝ સોરઠીયા સમાજની વાડી સામેના કારખાનામાં કામ કરી ત્યાં જ ઓરડીમાં રહેતો હોવાનું ખુલ્યું હતું.

આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી

આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી

નિર્મોહીને તેના જ માસા કુંદન સાથે માથાકુટ થઇ હતી
એ પછી તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યો હતો. તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખી આરોપીઓને દબોચી લીધા છે. નિર્મોહીની હત્યા તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે કરી હોવાનું અને કુંદન સાથે તેનો સાળો સહિતના બે શખ્સો પણ સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસે હત્યાનો ભોગ બનેલા નિર્મોહીની સાથે રૂમમાં રહેતાં શખ્સોની પુછતાછ કરતાં એવી માહિતી મળી હતી કે અગાઉ નિર્મોહીને તેના જ માસા કુંદન સાથે માથાકુટ થઇ હતી. આને આધારે પોલીસે કુંદનને ઉઠાવી લઇ આકરી પુછતાછ આદરતાં જ તેણે હત્યાની કબુલાત આપી હતી.

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ આશ્રય ગ્રીનસિટી નજીક બનેલી ઘટના

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ આશ્રય ગ્રીનસિટી નજીક બનેલી ઘટના

હું તો જીવીશ પણ તેની સાથે અને મરીશ પણ તેની સાથે
નિર્મોહી બુધવારે સાંજે ઘરેથી નીકળ્યો એ પછી તેને કુંદન અને તેનો સાળો સહિતના પોતાની સાથે લઇ ગયા હતાં. નિર્મોહીને પોતાની માસી એટલે કે કુંદનની ઘરવાળી સાથે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. માસા કુંદને તેને આ સંબંધો તોડી નાંખવા કહ્યું હતું પરંતુ તેણે ‘હું તો જીવીશ પણ તેની સાથે અને મરીશ પણ તેની સાથે’ એમ કહેતાં ઝઘડો થયો હતો અને બુધવારે સાંજે કુંદનને પતાવી દીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: