GUJARAT

મેઘ કહેર: રાજકોટમાં છાપરા ગામે ભારે વરસાદના કારણે પાણીમાં તણાયેલ કારમાં સવાર પેલીકન કંપનીના ડ્રાઈવરનો 96 કલાક બાદ મૃતદેહ મળ્યો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Physique Of A Pelican Firm Driver Was Discovered 96 Hours Later In A Automotive Stranded In Water Due To Heavy Rains In Chhapra Village In Rajkot, A Hearth Division Workforce Discovered The Physique.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

ડ્રાઈવર શ્યામ ગોસ્વામીનો પાર્થિવદેહ ફાયર વિભાગની ટીમને મળ્યો હતો.

  • ફાયર વિભાગની ટીમને પાર્થિવદેહ મળી આવ્યો
  • મંગળવારે પેલિકન કંપનીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો
  • કારમાં પેલીકન કંપનીના માલિક સહિત 3 લોકો સવાર હતા, એક ડ્રાયવરનો આબાદ બચાવ

રાજકોટ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે મેઘતાંડવ સર્જાયો હતો. જેમાં લોધીકા તાલુકાના છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની આઈ-20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનાં ​​દૃશ્યો સામે આવ્યાં હતા. એ સમયે પેલીકન કંપનીના માલિક કિશન શાહ સહીત 3 લોકો કારમાં સવાર હતા, જે પૈકી એક વ્યક્તિને કારમાંથી પ્રથમ દિવસે જ સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી, જ્યારે કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ માટે નેવી અને NDRFની મદદ લેવામાં આવી દરમિયાન મંગળવારે 12 વાગ્યા આસપાસ પેલીકન કંપનીના માલિક કિશન શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. અને આજે ઘટનાના 96 કલાક બાદ લાપતા ડ્રાઈવર શ્યામ ગોસ્વામીનો પાર્થિવદેહ ફાયર વિભાગની ટીમને છાપરા ગામ પાસે આવેલા ડેમમાંથી મળી આવ્યો હતો.

મૃતકની ફાઈલ તસ્વીર

મૃતકની ફાઈલ તસ્વીર

શું હતો સમગ્ર બનાવ
આ અંગેની વિસ્તૃત વિગતો મુજબ પેલિકન ગ્રુપના માલિક વૈષ્ણવ વણીક કિશનભાઈ (વિપુલભાઈ) જમનાદાસ શ્રીમાંકર (શાહ) (ઉ.વ.50), તેમના ડ્રાઈવર અને અન્ય ત્રણ વ્યક્તિઓ સોમવારે સવારે નવેક વાગ્યે આઈ-20 કારમાં છાપરા ગામે આવેલી પોતાની ફેક્ટરીએ જવા પોતાના યુનિવર્સિટી રોડ પર આવેલા નિલ સિટી સ્થિત ઘરેથી નીકળ્યા હતા. આ પાંચેય લોકો જ્યારે આણંદપર-છાપરા ગામે આવેલા બેઠા પુલ પર પહોંચ્યા ત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો.

છાપરા ગામ નજીક પૂરમાં તણાયેલી કાર સાથે ઉદ્યોગપતિ કિશનભાઈ શાહનો પાર્થિવદેહ મળ્યો.

છાપરા ગામ નજીક પૂરમાં તણાયેલી કાર સાથે ઉદ્યોગપતિ કિશનભાઈ શાહનો પાર્થિવદેહ મળ્યો.

શ્યામે આગળ જવાની ના પાડી હતી
આ વેળાએ ડ્રાઈવર શ્યામે આગળ જવાની ના પાડવા છતાં કિશનભાઈ શાહે કાર હંકારવા કહ્યું હતું જેના કારણે કારમાં બેઠેલા બે વ્યક્તિઓ ત્યાં જ ઉતરી ગયા હતા. ત્યારબાદ કિશનભાઈ ડ્રાઈવિંગ સીટ પર બેઠા હતા અને કાર હંકારી મુકી હતી. આ વેળાએ ધસમસતા પ્રવાહમાં કાર તણાવા લાગી હતી. કાર વહેતી હતી તે દરમિયાન એક લીમડાના ઝાડ સાથે અથડાતા કાર સવાર સંજયભાઈ બોરીચા કારનો પાછલો દરવાજો લાત મારીને ખોલીને બહાર નીકળી ગયા હતા અને લીમડા પકડી લેતા તેઓનો જીવ બચી ગયો હતો.

ત્રણ વ્યક્તિ સવારે i-20 કારમાં છાપરા ગામે આવેલી પોતાની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા

ત્રણ વ્યક્તિ સવારે i-20 કારમાં છાપરા ગામે આવેલી પોતાની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા

કાર 500 મીટર દૂર કાદવમાં ખુપાયેલી મળી
આ ઘટના બાદ NDRF અને નેવીની ટીમે બન્નેની શોધખોળ હાથ ધરતા છેક મંગળવારે બપોરે ઘટનાસ્થળથી 500 મીટર દૂરથી કાર કાદવમાં ખુંપેલી મળી હતી. ક્રેનની મદદથી કાર બહાર કાઢી તપાસ કરતા કારમાંથી કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાદ શ્યામ ગોસ્વામીનો મૃતદેહ ન મળતા એન.ડી.આર.એફ. અને નેવી એ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરેલું પરંતુ મંગળવારે શ્યામનો કોઈ પતો લાગ્યો નહોતો.જેથી નેવીની ટીમ પરત રવાના થઈ હતી, જ્યારે NDRFની ટીમે આજે સવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 4 દિવસની જહેમત બાદ NDRFની ટીમ ગઈકાલે સાંજે જતી રહી હતી અને આજે ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છાપરા ગામ પાસે આવેલા ડેમમાંથી શ્યામનો મૃતદેહ મળી આવ્યો હતો.

છાપરા ગામ પાસે તણાયેલી કારમાંથી એક ડ્રાઇવર હેમખેમ બચી ગયો હતો

છાપરા ગામ પાસે તણાયેલી કારમાંથી એક ડ્રાઇવર હેમખેમ બચી ગયો હતો

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: