INDIA

અફઘાનિસ્તાનમાં બે ગણી દહેશત: તાલિબાન નહીં તો ભૂખ મારી નાંખશે; કેદીઓ જેલ ચલાવી રહ્યા છે, લોકો ઘરેલૂ સામાન વેચવા મજબૂર; અફઘાનિસ્તાની નાગરીકોની સ્થિતિ દયનીય

  • Gujarati News
  • International
  • Will The Taliban Kill Or Starve; Prisoners Are Operating The Jail, Individuals Are Pressured To Promote Family Objects

22 મિનિટ પહેલાલેખક: કાબુલથી ભાસ્કર માટે નાસિર અબ્બાસ

  • કૉપી લિંક

અફઘાનિસ્તાન ગંભીર માનવીય સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે. સ્થિતિ એવી છે કે કેદીઓ જેલ ચલાવી રહ્યા છે અને લોકો ઘર ચલાવા માટે પોતાના ઘરની જરૂરી ચીજવસ્તુઓ વેચી રહ્યા છે. મહિલા માનવાધિકાર કાર્યકર્ચા ખદીજા અહમદ જણાવે છે કે હું એવા ઘણા પરિવારોને જાણું છું જેમણે થોડા પૈસા માટે પોતાનું ફર્નિચર અને અન્ય સામાન વેચી માર્યો. કાબુલના ચમન-એ-હોજરી, મઝાર-એ-શરીફના બજારોમાં આવા દ્રશ્યો સામાન્ય છે.

તે બજારો ફ્રિઝ, પંખા, તકિયા, ચાદરો, ચાંદીના વાસણો, પડદા, ગોદળા, રસોડનો સામાન અને તિજોરીઓથી ભરેલા છે. ખદીજા કહે છે કે લોકો આશંકાઓથી ડરેલા છે. પહેલી એ કે તાલિબાન તેમને મારી નાંખશે અને બીજી એ કે ભૂખ તેમને મારી નાંખશે. દેશમાં કીંમતોમાં વધારાની દેખરેખ રાખવા માટે હજી સુધી કોઈ ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ નથી.

સંયુક્ત રાષ્ટ્રએ ચેતાવણી આપી છે કે 97percentથી વધુ અફઘાનિસ્તાનની વસતિ 2022ના મધ્ય સુધી ગરીબી રેખાની નીચે આવી શકે છે. અને બીજી બાજૂ તાલિબાનને આશા છે કે દેશોમાં આર્થિક સહાયતામાં જો ઘટાડો થાય તો ચીન અને રશિયા તેની ભરપાઈ કરશે. પરંતુ હજી સુધી બંને દેશો આ મુદ્દે શાંત છે.

સેન્ય પરિવારોને ઘર છોડવાનું ફરમાન, વિરોધ કરવાં લોકો રસ્તા પર દોડી આવ્યા
તાલિબાને કંદહારના ઝારા વિસ્તારમાં વસેલા 3000 સેન્ય પરિવારોને ઘર છોડવાનું ફરમાન આપ્યું છે. વિરોધમાં હજારો લોકોએ મોર્ચો નીકાળ્યો. તેમનું કહેવું છે કે જ્યાં સુધી જીવ રહેશે ત્યા સુધી અમે અફઘાનિસ્તાન નહીં છોડીએ. ત્યાં 10 હજારથી વધુ લોકો રહે છે. તેમાં ઘણી વિધવા અને સૈનિકોની પત્નીઓ સામેલ છે, જેઓ 20 વર્ષોમાં તાલિબાન વિરુદ્ધ કાર્યવાહીમાં માર્યા ગયા કે ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાનમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ ભૂખમારીનો સામનો કરી રહ્યા છે
વિભિન્ન શહેરોમાં રાશન વિતરણ કેન્દ્રોની બહાર લાંબી લાઈનો છે. UNનું અનુમાન છે કે 3માંથી 1 અફઘાન નાગરીક ભૂખમરાનો સામનો કરી રહ્યો છે. અત્યારે 50% વસતિ ગરીબી રેખા નીચે છે અને આ દેશ વિદેશી મદદ પર નિર્ભર હતો. પશ્ચિમી દેશોના મોટાભાગના NGO હવે બંધ થઈ ચૂક્યા છે. મઝાર-એ-શરીફ શહેરમાં રહેનાર ખેડૂત મીર વાલી જણાવે છે કે પાછલા બે વર્ષોથી અમે દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. હવે અમારા પાસે ખાવા માટે કઈ વધ્યું નથી.

અખુંદઝાદા અને બરાદરના ના દેખાવા પાછળ આ અફવાઓ
તાલિબાનના બે વરિષ્ઠ નેતાઓ લાંબા સમયથી જોવા મળ્યા નથી. પત્રકારો અને સામાન્ય લોકો પૂછી રહ્યા છે કે શું તાલિબાનના સર્વોચ્ચ નેતા મુલ્લા હૈબતુલ્લાહ અખુંદઝાદા અને નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ અલી બરાદર જીવિત છે? તાલિબાનના કબજા પછી અખુંદઝાદા જોવા મળ્યો નથી. એવી પણ અફવાઓ છે કે મંત્રાલયોની વહેંચણી અંગેના વિવાદમાં મુલ્લા બરાદર માર્યો ગયો છે અથવા ગંભીર રીતે ઘાયલ થયો છે.

પંજશીરમાં તાલિબાનના 20 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી
તાલિબાને પંજશીરમાં 20 નિર્દોષ લોકોની હત્યા કરી છે. સ્થાનીય લોકોનું કહેવું છે કે આમાં એક દુકાનદાર પણ સામેલ હતો. તેમણે કહ્યું કે તે એક ગરીબ દુકાનદાર હતો અને યુદ્ધથી તેને કોઈ લેવા-દેવા નહોતા. તાલિબાનીઓએ સીમ વેચવાના આરોપમાં તેની ધરપકડ કરી હતી અને હત્યા કરીને મૃતદેહ તેના ઘરની બહાર ફેંકી દીધો. એક અન્ય વીડિયોમાં તાલિબાની આતંકવાદી પંજશીરના નોર્ધન અલાયંસમાં સામેલ વ્યક્તિ પર ગોળિબાર કરતા નજરે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: