INDIA

ઈન્દોર સહિત 24 જિલ્લામાં ICU બેડ ફુલ, 7 શહેરમાં 3 મે સુધી લોકડાઉન, ઈન્દોર-ગ્વાલિયર અંગ આજે નિર્ણય

  • મધ્યપ્રદેશમાં પોઝિટિવિટી રેટ 23 ટકા, એક્ટિવ કેસ 91 હજારથી વધુ
  • મોટાભાગની હોસ્પિટલમાં ઓક્સિજન બેડ અને ICUની અછત સર્જાઈ

મધ્યપ્રદેશમાં પોઝિટિવિટી રેટ 23 ટકા છે. એક્ટિવ કેસ 91 હજારથી વધુ થઈ ગયા છે. મોટાભાગની હોસ્પિટલમાં ઓક્સિજન બેડ અને ICUની અછત સર્જાઈ છે. દર્દીઓ સારવાર માટે ભટકી રહ્યાં છે. ઈન્દોર સહિત રાજ્યના 24 જિલ્લામાં નવા દર્દીઓને દાખલ કરવા માટે ICU અને HDUનો એક પણ બેડ નથી. સંક્રમણ રોકવા માટે ભોપાલ સહિત 7 શહેરોમાં લોકડાઉનને વધારવામાં આવ્યું છે. ઈન્દોર અને ગ્વાલિયરમાં લોકડાઉન વધારવાનો આજે નિર્ણય લેવામાં આવનાર છે.

ગ્વાલિયરની ખાનગી હોસ્પિટલોમાં 22 ટકા, જબલપુરમાં 7 ટકા, ઉજ્જૈનમાં 4 ટકા ICU બેડ ખાલી છે. ભોપાલમાં તમામ સરકારી હોસ્પિટલ ફુલ છે. માત્ર પીપુલ્સ હોસ્પિટલમાં થોડા બેડ ખાલી છે. હવે સરકાર સામે સૌથી મોટો પડકાર જે ગતિથી કેસ વધી રહ્યાં છે, તે છે. તે હિસાબથી રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લગભગ 10 હજાર બેડ વધારવામાં આવ્યા છે. ઓક્સિજન સપોર્ટ વાળા 29 હજાર બેડ વધારવાની જરૂર છે, જોકે આ હાલ મુશ્કેલ લાગી રહ્યું છે.

ભોપાલની જયપ્રકાશ હોસ્ટિલમાં ICU બેડ માટે સંક્રમિત આશીષ રધુવંશીને અઢી કલાક સુધી એમ્બ્યુલન્સમાં રાહ જોવી પડી.

ભોપાલની જયપ્રકાશ હોસ્ટિલમાં ICU બેડ માટે સંક્રમિત આશીષ રધુવંશીને અઢી કલાક સુધી એમ્બ્યુલન્સમાં રાહ જોવી પડી.

ભોપાલ સહિત 7 શહેરોમાં 3 મે સુધી લોકડાઉન
રાજ્યમાં કોરોનાની સતત વધી રહેલી ગતિને રોકવા માટે લોકડાઉન સતત વધારવામાં આવી રહ્યું છે. રવિવારે ભોપાલ, છિંદવાડા, જબલપુર, સાગર, ગુના, ખરગોન અને રતલામમાં 3 મેના સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 4 મોટા શહેરોમાં 5680 નવા કેસ આવ્યા છે, જ્યારે 26 લોકોના મૃત્યુ થયા છે.

ભોપાલઃ હોસ્પિટલ ફુલ, બહાર એમ્બ્યુલન્સમાં દર્દીઓ ઓક્સિજન પર
રાજધાનીની તમામ હોસ્પિટલો કોવિડના દર્દીઓથી ફુલ થઈ ગઈ છે. રવિવારે આવા 100 દર્દીઓ એમ્બ્યુલન્સમાં એકથી બીજી હોસ્પિટલમાં ભટકતા રહ્યાં. જોકે તેમને ક્યાંય બેડ ન મળ્યો. તેમાંથી ઘણા દર્દીઓ બીજા શહેરમાંથી આવ્યા હતા. આ સ્થિતિનું નિર્માણ એટલા માટે પણ થયું છે કારણ કે ખાનગી હોસ્પિટલ ઓક્સિજનની અછતનો સામનો કરી રહી છે. 24 કલાકમાં 1824 નવા કેસ આવ્યા છે. 3 મૃત્યુ સરકારી રેકોર્ડમાં નોંધવામાં આવ્યા છએ. 1204 લોકો સ્વસ્થ થઈ ને ઘરે ગયા.

ઈન્દોરઃ સતત બીજા દિવસે 18થી વધુ કેસ
અહીં કોરોનાની ગતિ સૌથી વધુ છે. સતત બીજા દિવસે 1800થી વધુ સંક્રમિત મળી રહ્યાં છે. 24 કલાકમાં 1841 નવા કેસ આવ્યા અને 7ના મૃત્યુ થયા. સંક્રમણ ઓછું ન થવાથી દર્દીઓને બેડ મળી રહ્યાં નથી. હોસ્પિટલની બહાર કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. લોકો કાર, ઓટો અને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડરના સહારે રહવા મજબૂર છે. આવી જ સ્થિતિ રેમડેસિવિર ઈન્જેક્શનની પણ છે. ગંભીર દર્દીઓના પરિવાર ઈન્જેક્શન માટે પણ ભટકી રહ્યાં છે.

ગ્વાલિયરઃ એક્ટિવ કેસ 9 હજારને પાર
ગઈકાલે 4250 લોકોના સેમ્પલના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 1208 નવા સંક્રમિત નોંધાયા છે. એક્ટિવ કેસ વધીને 9135 થયા છે. કેન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 444 થઈ છે. સરકારી રેકોર્ડમાં માત્ર 8ના મૃત્યુ નોંધવામાં આવ્યા છે. જોકે કોવિડ પ્રોટોકોલથી 44 સંક્રમિતોના શબના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમાંથી 29 ગ્વાલિયરના હતા.

જબલપુરઃ 4500થી વધુ સંક્રમિતોની સારવાર ઘરેથી જ
અહીં 4680 સંક્રમિત પોતાના ઘરમાં જ સારવાર લઈ રહ્યાં છે. ઓક્સિજનની અછતના કારણે હોસ્પિટલો દર્દીઓને દાખલ કરી રહી નથી. 24 કલાકમાં 8 દર્દીઓના મૃત્યુ થયા છે અને 807 નવા સંક્રમિત મળ્યા છે. જોકે આ દરમિયાન 907 લોકોને સંક્રમણથી મુક્ત થવા પર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. શહેરમાં કુલ એક્ટિવ કેસ 6663 છે. અહીં જિલ્લાના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી ડો.રત્નેશ કુરારિયાના પણ સંક્રમિત થયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: