INDIA

ઉજ્જૈનમાં ઓક્સિજનની ચોરી, બાઇક પર આવી બંને યુવક ઑક્સિજન સિલિન્ડર રિફીલિંગ કરી જતાં રહ્યાં

મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દર્દીને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન મળતાં નથી. એવામાં હવે ઓક્સિજનની ચોરી થવાની ઘટના પણ સામે આવી રહી છે. ઉજ્જૈનમાં એક સમાજસેવી સંસ્થાની બહાર રાખવામાં આવેલાં સિલિન્ડરમાંથી ઓક્સિજનની ચોરી થઈ હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે યુવક બાઇક પર પોતાના બે સિલિન્ડર લઈને આવે છે. આ પછી બંને યુવક ઓફિસની બહાર પડેલાં સિલિન્ડરમાંથી ઓક્સિજન પોતાના સિલિન્ડરમાં રિફીલિંગ કરીને જતાં રહે છે. મહત્ત્વનું છે કે, આ અંગે ફરિયાદ કરાઈ હતી. આ પછી પોલીસે CCTV ફૂટેજને આધારે સિલિન્ડર રિફીલિંગ કરનારા બંને યુવકની તપાસ હાથ ધરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: