INDIA

ઉજ્જૈનમાં જાહેરમાં છરીના ઘા અને લાકડીથી માર મારી યુવકની હત્યા કરી, ખૂની ખેલ કૅમેરામાં કેદ

મધ્યપ્રદેશના ઉજ્જૈનનો એક શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. નીલગંગા વિસ્તારમાં પશુપાલન અંગેના વિવાદમાં એક યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દીધો. જેનો વીડિયો સામે આવતાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા મુજબ, ગોવિંદ અને આશુ નામનો યુવક પશુપાલન કરતાં હતાં. બંને વચ્ચે ઘણીવાર વિવાદ પણ થતાં હતાં. આશુએ ગોવિંદને તેના ઘરે બોલાવ્યો અને ગોવિંદ તેના ફ્રેન્ડ સાથે આશુના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન લાકડી-ડંડા સાથે તૈયાર યુવકોએ જાહેરમાં તેને છરી ઘા અને લાકડીથી માર માર્યો હતો. આ પછી અધમૂવી હાલતમાં ગોવિંદને બાઇક પર લઈ જઈ તેનાં ઘર પાસે ફેંકી દીધો. પરિજનો ગોવિંદને હોસ્પિટલ લઈ ગયાં પણ, ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે સાગર નામના એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીની તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો એક યુવકે છુપી રીતે બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: