INDIA

ઉત્તરપ્રદેશના બલરામપુરમાં PPE કિટ પહેરીને કોરોના પોઝિટિવનું શબ નદીમાં ફેંક્યું, વીડિયો વાઈરલ

  • હોસ્પિટલમાં દાખલ 68 વર્ષીય કોરોના સંક્રમિત પ્રેમનાથ મિશ્રાનું મૃત્યુ થયું હતું

ઉત્તરપ્રદેેશના બલરામપુરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. તેમાં બે લોકો રાપ્તી નદીમાં શબ ફેંકતા જોવા મળ્યા, જેમાંથી એક વ્યક્તિએ પીપીઈ કિટ પહેરી રાખી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રાંત સહ મંત્રી અભિષેક સિંહે વાઈરલ વીડિયો અધિકારીઓને ટ્વિટ કર્યો. સીએમઓ ડો.વિજય બહાદુર સિંહે મામલાની તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે શુક્રવારે સાંજે એલ-ટૂમાં દાખલ મનકૌરા કાશીરામ ગામ નિવાસી 68 વર્ષીય કોરોના સંક્રમિત પ્રેમનાથ મિશ્રાનું મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યોને માહિતી આપવાની કોશિશ કરવામાં આવી, જોકે ફોન બંધ હતો.

શનિવારે બપોરે શબને લઈ જવાયું
શનિવારે બપોરે માહિતી મેળવીને કાશીરામ નિવાસ સંજય શુકલા શબને લઈ ગયા. સંજયે પોતાને પ્રેમનાથનો ભત્રીજો ગણાવ્યો હતો. એલ-ટૂના નોડલ ડો. એ પી મિશ્રાના જણાવ્યા મુજબ સંજયે બૈદ્ધ પરિપથ સ્થિત રાપ્તી નદી ઘાટ સુધી શબને લઈ જવા માટે એમ્બ્યુલન્સ માંગી હતી. કેટલાક લોકો સ્કોર્પિયો ગાડીમાં બેસીને શબ લેવા માટે આવ્યા હતા. એમ્બ્યુલન્સના ડ્રાઈવરને શબને રાપ્તી નદી સુધી પહોંચાડવાની પરવાનગી આપવામાં આવી હતી.

સીએમઓએ જણાવ્યું કે મનકૌરા કાશીરામ નિવાસી સંજય શુકલા અને અન્યની વિરુદ્ધ શનિવારે મોડીરાતે કોતવાલી દેહાતમાં મહામારી અધિનિયમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે વિદ્યા સાગર વર્માએ જણાવ્યું કે કેસની તપાસ કરાઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: