INDIA

ખેડૂતોની આજે દિલ્હી કૂચ: કૃષિ કાયદાઓના વિરોધમાં જંતર-મંતર પર રોજ 200 ખેડૂતો એકત્રિત થશે, સંસદ સત્ર દરમિયાન દિલ્હી સરકારે આપી પરવાનગી

  • Gujarati News
  • National
  • 200 Farmers To Collect Day by day On Jantar Mantar In Protest Of Agricultural Legal guidelines, Delhi Govt Provides Permission Throughout Parliament Session

23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં જંતર-મંતર પર દેખાવો કરવાની પરવાનગી મળી ગઈ છે. આ પરવાનગી 22 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી છે. દેખાવનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યુ સુધીનો રહેશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને શરતોની સાથે દેખાવોની મજૂરી આપવામાં આવી છે.

ગુરુવારથી શરૂ થઈ રહેલા ખેડૂતોના આ દેખાવમાં રોજ 200થી વધુ ખેડૂતો સામેલ થઈ શકશે નહિ. સાથે જ તેમણે કોરોના પ્રોટોકોલનું પણ ધ્યાન રાખવું પડશે. ન્યુઝ એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસ તરફથી પણ દેખાવની પરવાનગી મળી ગઈ છે. એમ કહેવાઈ રહ્યું છે કે ખેડૂતોને સિંધુ બોર્ડરથી પોલીસ એસ્કોર્ટમાં જંતર-મંતર સુધી લઈ જવામાં આવશે. ખાસ વાત એ છે કે હાલ સંસદનું મોનસૂન સત્ર પણ ચાલુ છે. જે ઓગસ્ટ સુધી ચાલશે.

ખેડૂત સંગોઠનોની મંગળવારે દિલ્હી પોલીસના અધિકારીઓની સાથે બેઠક થઈ હતી. તે પછી ખેડૂતોએ કહ્યું હતું કે મોનસૂન સત્ર દરમિયાન જંતર-મંતર પર જ ખેડૂત સંસદ લગાવશે. આ દરમિયાન તેઓ શાંતિપૂર્ણ દેખાવો કરતા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ કરશે. આ દરમિયાન કોઈ પણ દેખાવકાર સંસદમાં જશે નહિ.

26 જાન્યુઆરીએ રેલીમાં થઈ હતી હિંસા
આ વર્ષે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા સુધી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પછી તેમને પ્રથમ વખત દિલ્હીમાં દેખાવો કરવાની છુટ મળી છે. 26 જાન્યુઆરીની રેલી દરમિયાન દેખાવકારો ઉગ્ર થઈ ગયા હતા અને ઘણા દેખાવકારોએ લાલ કિસ્સામાં ઘુસીને પોલીસ સાથે મારામારી કરી હતી અને કિલ્લા પર ધાર્મિક ઝંડો પણ ફરકાવ્યો હતો.

ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ પર અડગ
દેશના ખેડૂતો નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ગત વર્ષેના ડિસેમ્બરથી દિલ્હીની સીમાઓ પર દેખાવો કરી રહ્યાં છે. આ દરમિયાન ખેડૂતોના સંગઠનોની કેન્દ્ર સરકાર સાથે 10 વખત વાતચીત પણ થઈ ચુકી છે. જોકે કોઈ પણ સમાધાન નીકળી શક્યું નથી. ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ પર અડ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે ખેડૂતોની માંગ મુજબ કાયદાઓમાં ફેરફાર કરી શકે છે, જોકે કાયદો પરત લેવામાં આવશે નહિ.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: