INDIA

દીપડાનો શિકાર બની 6 વર્ષની બાળકી: પિતાના ખોળામાંથી પુત્રીને છીનવીને ઉઠાવી ગયો દીપડો, ઘરેથી માત્ર 300 મીટર દૂર જ બાળકીનું માથું મળી આવ્યું

  • Gujarati News
  • National
  • Leopard Snatches Daughter From Father’s Lap, Lifts Child’s Head Discovered Simply 300 Meters From House

બહરાઈચ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઉત્તરપ્રદેશના બહરાઈચમાં દીપડાનો આતંક
  • 6 વર્ષની માસૂમ બાળકીને લઈ ગયો દીપડો, બાળકીને ઉતારી મોતને ઘાટ
  • માનવભક્ષી દીપડાના હુમલાથી ગ્રામજનો ભયભીત થઈ ગયા

યુપીના બહરાઈચમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક દીપડો 6 વર્ષની બાળકીને તેના પિતાના ખોળામાંથી ઉઠાવી ગયો હતો. 12 કલાક પછી માસૂમનું માથું ઘરથી 300મીટર દૂર જ મળી આવ્યું હતું. તેનું ધડ શોધી શકાયું નથી.

આ ઘટના મોતીપુર રેન્જના જંગલથી લગભગ 10 કિમી દૂર મિહીંપુરવા તહસીલના ચંદનપુર ગામની છે. રવિવારે રાત્રે લગભગ 9 વાગે માજરા કલંદરપુરમાં રહેતા દેવતાદિન યાદવ પુત્રી રાધિકા (અંશિકા) ​​​​ની સાથે ઘરની બહાર વરંડામાં બેઠા હતા. બરાબર ત્યારે જ લાઈટ જતી રહી હતી.

લાઈટ જતી રહેતા અંધારું થયું ત્યારે દેવતાદિને દીકરીને પોતાના ખોળામાં લઈ લીધી હતી. આ દરમિયાન એક દીપડો ચઢી આવ્યો હતો અને રાધિકાને પિતાના ખોળામાંથી ઝૂંટવીને ઉઠાવી ગયો હતો. દેવતાદીનને અચાનક કંઈ સમજાયું જ નહીં. તે બૂમો પાડતાં પાડતાં બહારની તરફ દોડ્યો, પણ અંધારામાં દીપડાને જોઈ શક્યો નહીં.

પરિવાર અને ગ્રામજનો આખી રાત શોધતા રહ્યા બાળકીને
દેવતાદીનનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દીપડા વિશે જાણ થતાં જ બધાએ બાળકીની શોધવા માટે નીકળી પડ્યા હતા. જ્યારે રાધિકાનો પત્તો ન લાગતા વન વિભાગને​​​​​​​ જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ સાથે પોલીસ પણ ગામમાં પહોંચી હતી. આખી રાત બાળકીની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે મળી શકી ન હતી. માનવભક્ષી દીપડાના હુમલાથી ગ્રામજનો ભયભીત થઈ ગયા છે.

માનવભક્ષી દીપડો 6 વર્ષની માસૂમ બાળકીને લઈ ગયો હતો.

માનવભક્ષી દીપડો 6 વર્ષની માસૂમ બાળકીને લઈ ગયો હતો.

બાળકીનું માથું 300 મીટર દૂર ખેતરમાંથી મળ્યું
સોમવારે 12 કલાક પછી, છોકરીનું માથું ઘરથી લગભગ 300 મીટર દૂર ખેતરમાં મળી આવ્યું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસે ધડને આજુબાજુ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. ડીએફઓ આકાશદીપે કહ્યું કે બાળકીના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવશે. જ્યારે, ગ્રામજનોનો આરોપ છે કે જંગલમાંથી વસ્તીવાળા વિસ્તારમાં દીપડા ચઢી આવે છે, પરંતુ વન વિભાગની ટીમ તેમને રોકવા માટે કોઈ પ્રયાસ કરી રહી નથી.

બાળકીના મોત બાદ ગ્રામજનો પીડિત પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે દીપડો ઘણીવાર રહેણાંક વિસ્તારમાં ચઢી આવે છે.

બાળકીના મોત બાદ ગ્રામજનો પીડિત પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે દીપડો ઘણીવાર રહેણાંક વિસ્તારમાં ચઢી આવે છે.

એક દિવસ પહેલા પણ દીપડો અન્ય એક બાળકને ઉઠાવી ગયો હતો
કતર્નિયાઘાટ વાઇલ્ડ લાઇફ ડિવિઝનના ખાલે બઢિયા ગામમાં પણ એક દિવસ પહેલા એક દીપડો 7 વર્ષના બાળકને ઉઠાવી ગયો હતો. ઘટનાના કેટલાક કલાકો બાદ તેના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. આ કિસ્સામાં પણ વિભાગની બેદરકારી સામે આવી હતી.

10 ગામોમાં દીપડાનો આતંક
કતર્નિયાઘાટ જંગલને અડીને આવેલા ખાલે બઢિયાગાંમ, રામપુર ધોબીયાહર, ગુલરા, મોતીપુર, નૈનીહા અને પારવાની ગૌડી સહિત 10 ગામોમાં દીપડાનો આતંક છે. દીપડો અહીં અવારનવાર જોવા મળે છે. ઘણી વખત તેણે લોકો પર હુમલા પણ કર્યા છે. દીપડાએ અત્યાર સુધી ઘણા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: