INDIA

દેશમાં રેમડેસિવિર ઉત્પાદક કંપનીઓએ કિંમતમાં ભારે ઘટાડો કર્યો, સરકારની વિનંતીને ધ્યાનમાં રાખી સામૂહિક નિર્ણય લેવાયો ​​​​​​​

દેશમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસની સ્થિતિ વચ્ચે એન્ટી-વાઈરસ ડ્રગ રેમડેસિવિરની ભારે અછત વચ્ચે ભારત સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીને વિવિધ ઉત્પાદક કંપનીઓએ ઈન્જેક્શનની કિંમતોમાં ઘટાડો કર્યો છે.

કેન્દ્ર સરકારની તમામ ઉત્પાદનકર્તાઓ તથા હિતધારકો સાથે બેઠક યોજાયા બાદ ઉત્પાદક કંપનીઓ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે દેશમાં રેમડેસિવિરનું ઉત્પાદન તથા પુરવઠો વધારવા તેમ જ કિંમતોમાં ઘટાડો કરવા માટે સહમતિ સાધવામાં આવી હતી.

ભારત સરકારની દરમિયાનગીરીને પગલે રેમડેસિવિર ઈન્જેક્શનના ઉત્પાદકો/નિર્માતાઓએ સ્વૈચ્છીક રીતે મેક્સિમમ રિટેલ પ્રાઈઝ (MRP)માં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, તેમ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ જણાવ્યું હતું.

ક્રમ નંબર કંપનીનું નામ બ્રાંડ નામ અગાઉની MRP (રૂપિયામાં) નવી MRP (રૂપિયામાં)
1. કેડિલા હેલ્થકેર લિમિટેડ રેમડેક (REMDAC) 2,800/- 899/-
2. સિનજેન ઈન્ટરનેશનલ લિમિટેડ (બાયોકોન બાયોલોજીક્સ ઈન્ડિયા) રેમવિન (RemWin) 3,950/- 2,450/-
3. ડો.રેડ્ડીઝ રલેબોરેટરીઝ લિ. REDYX 5,400/- 2,700/-
4. સિપ્લા લિમિટેડ સિપ્રેમી (CIPREMI) 4,800/- 3,000/-
5 માઈલન ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લિ. ડેસરેમ(DESREM) 4,800/- 3,400/-
6 જુબિલન્ટ જીનેરિક્સ લિ. જુબી-આર(JUBI-R) 4,700/- 3,400/-
7. હિટેરો હેલ્થકેર લિ. કોવિફોર (COVIFOR) 5,400/- 3,490/-

અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-19 સામે લડવામાં રેમડેસિવિર એ એક ચાવીરૂપ એન્ટી-વાઈરલ ડ્રગ છે,જે ખાસ કરીને પુખ્ત વયના દર્દીઓની ગંભીર સ્થિતિમાં સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

અમેરિકાની મેસસ ગિલીડ સાયન્સિસ સાથે સ્વૈચ્છીક પરવાના સમજૂતી હેઠળ ભારતની સાત કંપનીઓ રેમેડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન કરી રહી છે. આ કંપનીઓ મહિના દીઠ 38.80 લાખ યુનિટનું ઉત્પાદન કરવાની સ્થાપિત ક્ષમતા ધરાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: