INDIA

બેકાબૂ કાર હવામાં ઊલળી પાંચ ગોથા મારી ગઈ, ડિવાઈડરમાં અથડાયા બાદ ફિલ્મી દૃશ્યો સર્જાયાં

રાજસ્થાનના જોધપુર નજીક થયેલા અકસ્માતના ભયાનક CCTV ફૂટેજ સામે આવ્યા છે. કુડી નજીક હાઈવે પર બેફામ સ્પીડમાં જઈ રહેલી બોલેરો કાર અચાનક જ ડિવાઈડરમાં અથડાઈ હતી. ડિવાઈડરમાં ટકરાયા બાદ કાર રીતસરની હવામાં ઊડીને ગોથા મારવા લાગી હતી. હવામાં જ પાંચ જેટલા ગોથા મારીને કાર રોંગ સાઈડમાં સો ફૂટ જેટલી દૂર ફંગોળાઈ ગઈ હતી. CCTV ફૂટેજ જોતાં એવું લાગે કે, આ અકસ્માતને કારણે રોડ પર જાણે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. રવિવારે સાંજના સમયે થયેલા અકસ્માતમાં કારનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: