INDIA

મહામારીમાં પણ મોદી vs મમતા: PM મોદીની બેઠકમાં સામેલ નહીં થાય મમતા બેનર્જી, સાંજે 6.30 વાગે રાજયોના CM સાથે કોરોના મુદ્દે થશે ચર્ચા

ફોટો 23 જાન્યુઆરીનો છે, જ્યારે મોદી નેતાજી સુભાષ ચન્દ્ર બોઝની 125મી જયંતિ પર બંગાળ પહોંચ્યા હતા. મંચ પર મોદી અને મમતા સાથે હતા, પણ જય શ્રી રામના નારા લગાવતા મમતા નારાજ થયા હતા. ત્યારથી જ તેઓ મોદીના સરકારી કાર્યક્રમોથી કિનારો કરી રહ્યા છે.

  • મમતા બેનર્જીએ ફરી એક વાર નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ભાગ લેશે નહીં

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એક વાર નરેન્દ્ર મોદી સાથેની બેઠકથી કિનારો કરી લીધો છે. કોરોના મહામારી અંગે આજે સાંજે 6.30 વાગ્યે યોજાનારી આ સભામાં બંગાળથી રાજ્યના મુખ્ય સચિવ ભાગ લેશે. આ પહેલા 17 માર્ચે મળેલી બેઠકમાં મમતા બેનર્જીએ પોતાને અલગ કરી દીધા હતા. પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારને કારણે બંને નેતાઓ વચ્ચે હરીફાઈ વધી રહી છે. જેની અસર હવે સરકારી કાર્યક્રમોમાં પણ જોવા મળી રહી છે.

વેક્સિનેશન પર પણ ચર્ચાની શક્યતા
બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ કોરોનાની સ્થિતિ પર રિવ્યૂ બેઠક કઋ હતી. ત્યાર બાદ અધિકારીઓને કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે કડક પગલાં ભરવાના નિર્દેશ આપ્યા હતા. આશા રાખવામા આવી રહી છે કે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં વડાપ્રધાન મોદી વેક્સિનેશન પર પણ ચર્ચા કરશે.

વેક્સિન બાબતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદ
મહારાષ્ટ્રમાં વેક્સિનની કમીની ફરિયાદ છે. આ સાથે જ તેની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધને મહારાષ્ટ્ર માટે કહ્યું હતું કે ત્યાંની સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે અમારા પર આરોપ લગાવી રહ્યા છે. ત્યાંની સરકારની ભૂલોને કારણે મહારાષ્ટ્રની સ્થિતિ કથળી છે અને સરકાર ભૂલોનું પુનરાવર્તન કરતી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પંજાબ, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારને પત્ર લખીને વેક્સિનેશન વધારવા માટે જણાવાયું છે.

મહારાષ્ટ્રના CM મોદીની બેઠકમાં રજૂ કરશે આ 4 માંગ

1. દરરોજ 6 લાખથી વધુ રવેક્સિનના ડોઝ આપવામાં આવે

2. રેમીડેસિવિરના ભાવ પર નિયંત્રણ લગાવવામાં આવે

3. ઓક્સિજનનો પુરવઠો પડોશી રાજ્યોમાંથી વધારવામાં આવે

4. ખામીયુક્ત વેન્ટિલેટર માટે તકનીકી સહાય પ્રદાન કરવામાં આવે

દેશમાં 24 કલાકમાં રેકોર્ડ કેસ સામે આવ્યા
દેશમાં બુધવારે રેકોર્ડ 1 લાખ 26 હજાર 265 લોકો પોઝિટિવ મળ્યા હતા. કોરોના સંક્રમિતોનો આંકડો હવે 1.29 કરોડથી વધી ગયો છે. સૌથી વધુ કોરોનાના કેસમાં મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, કેરળ, કર્ણાટક, ગુજરાત, દિલ્હી અને એમપીમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કેન્દ્રએ પોતાની 30 સ્પેશિયલ ટીમ મોકલી છે. આ તરફ, મધ્યપ્રદેશમાં દરેક જિલ્લામાં સન્ડે લોકડાઉનની જાહેરાત કરી છે. અહીં બુધવારે ઑક્સીજનની કમીથી 5 દર્દીના મૃત્યુ થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: