INDIA

મોદી બર્થ ડે સ્પેશિયલ: વડાપ્રધાનને PMOમાંથી રોજની જરૂરિયાતો માટે બજેટ મળે છે જોકે PM મોદી લેતા નથી, આ ચીજો તે પોતાની સેલેરીમાંથી ખરીદે છે

  • Gujarati News
  • National
  • The Prime Minister Will get The Finances For Each day Requirements From The PMO Though PM Modi Does Not Take It, He Buys These Issues From His Wage

નવી દિલ્હીએક કલાક પહેલા

  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 71 વર્ષના થયા છે. આ પ્રસંગે તેમની જીંદગી સાથે જોડાયેલી ત્રણ કહાનીઓ લઈને આવ્યા છીએ. જે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. પ્રથમ કહાની વડાપ્રધાન બન્યા પછી તેમના રોજના ખર્ચ સાથે જોડાયેલી છે. બીજી- માત્ર એક કોલ દૂર રહેનારા તેમના ખાનગી સ્ટાફ વિશે, જ્યારે ત્રીજી કહાની PMના અધિકારિક આવાસ પર તેમને મળવા આવેલા પરિવારના સભ્યોની છે. આવો એક-એક કહાની વાંચીએ છે…

1. PMO બજેટ આપે છે, મોદી લેતા નથી, પોતાની સેલેરીમાંથી ખરીદે છે જરૂરિયાતની ચીજો
મોદીનો રોજનો ખર્ચ કેટલો છે, તેનું બજેટ ક્યાંથી આવે છે? તેનો જવાબ વડાપ્રધાન આવાસ અને વડાપ્રધાન ઓફિસ એટલે કે PMOમાંથી મળ્યો નથી, જોકે એક ઉચ્ચ પદસ્થ સૂત્રએ અમને એટલું જરૂર જણાવ્યું કે વડાપ્રધાન મોદી પોતાની ખાનગી જરૂરિયાતની એક પણ ચીજ માટે PMOમાંથી મળતા ફન્ડનો ઉપયોગ કરતા નથી.

PMOના આ ફન્ડમાં વડાપ્રધાનની રોજિંદી જરૂરિયાતની દરેક ચીજોની વ્યવસ્થા હોય છે. આવી જ વ્યવસ્થા તેમના પરિવારના સભ્યો માટે રહે છે, જોકે PM મોદી પોતાની સેલેરીમાંથી જ તમામ ખર્ચ ઉઠાવે છે.

2. જરૂરિયાતની ચીજોની દેખરેખ માટે મહિનામાં 2 વખત ખાનગી સ્ટાફ આવે છે
એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે મોદી ખર્ચ પોતે ઉઠાવે છે પરંતુ વ્યવસ્થાઓ કોણ કરે છે? સૂત્રોએ જણાવ્યું કે મહિનામાં બે વખત મોદીનો ભરોસાપત્ર ખાનગી સ્ટાફ આવે છે. મોદી આ સ્ટાફને પણ પોતાની સેલેરીમાંથી પૈસા આપે છે.

જોકે મોદીનો આ વિશ્વસનીય સ્ટાફ કોણ છે? તેનો જાવાબ મળ્યો નથી. માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે વિશ્વસનીય સ્ટાફ ત્યારથી મોદીની સાથે છે, જ્યારથી તે ગુજરાતના મુખ્યમંત્રી હતા. હાલ પણ આ સ્ટાફ મોદીથી માત્ર એક કોલ જ દૂર રહે છે.

3. PM નિવાસસ્થાન પર માત્ર એક વખત જ માં મળવા આવી હતી
મોદીને વડાપ્રધાન નિવાસસ્થાન પર માત્ર તેમની માતા હિરાબેન મળવા આવ્યા છે. તે પણ ફકત એક વખત. મોદીએ પોતે જ આ દરમિયાન વીડિયો ટ્વિટ કર્યો હતો. તેમાં તે માતાને વ્હીલચેર પર વડાપ્રધાન આવાસમાં ફેરવતા જોવા મળ્યા હતા.

પરિવારના સભ્યો અને સંબંધીઓને પોતાના સરકારી આવાસ પર મળવા આવવાની ના પાડવી અને સરકારી ફાયદાનો અઅસ્વીકાર કરવાની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલે કરી હતી. તે દેશના પ્રથમ ઉપ-પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી હતા, સાથે જ તે પ્રથમ વ્યક્તિ પણ હતા જેમણે સરકારી ખર્ચે ખાનગી કામ કરવાથી ઈન્કાર કર્યો હતો. તેમણે તો પોતાના સંબંધીઓને ત્યાં સુધી કહી દીધું હતું કે જ્યાં સુધી તે દિલ્હીમાં છે, ત્યાં સુધી કોઈ દિલ્હીની આસપાસ પણ ન આવે.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: