INDIA

સંસદની કાર્યવાહી અટકી: PM મોદીએ કહ્યું- વિપક્ષ સંસદ ચાલવા દેતુ નથી, આ લોકશાહી અને લોકોનું અપમાન છે

  • Gujarati News
  • National
  • PM Modi Stated Opposition Does Not Enable Parliament To Operate, This Is An Insult To Democracy And Folks

નવી દિલ્હી19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અગાઉ કોવિડ-19 પર બોલાવાયેલી બેઠકનો પણ કોંગ્રેસે બહિષ્કાર પણ કર્યો હતો

પેગાસસ સ્કેન્ડલ અને કૃષિ કાયદાના મુદ્દાને લઈને સંસદ સત્રની કાર્યવાહી સતત અટકી રહી છે. કોશિશ છતાં સરકાર અને વિપક્ષ વચ્ચેની ગેરસમજ દૂર થઈ નથી. મંગળવારે સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષ સંસદને ચાલવા જ દેતુ નથી. તે સંસદ, બંધારણ અને દેશના લોકોનું અપમાન છે. આ પહેલા 27 જુલાઈએ બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ પાર્ટી સંસદને ચાલવા જ દેતી નથી.

કોવિડ-19 પરની બેઠકનો પણ કોંગ્રેસે બહિષ્કાર કર્યો
તેમણે કહ્યું હતું કે કોવિડ-19 પર બેઠક બોલાવવામાં આવી તો કોંગ્રેસે બહિષ્કાર પણ કર્યો અને પક્ષોને આવવાથી પણ રોક્યા હતા. પીએમ મોદીએ બીજેપી સાંસદોને આગ્રહ કર્યો હતો કે તે કોંગ્રેસ અને વિપક્ષના આ કાર્યને લોકો અને મીડિયા સામે એક્સપોઝ કરે. પીએમએ સાંસદોને કહ્યું કે આઝાદીના 75 વર્ષ પુરા થવાના પ્રસંગે 75 ગામમાં જાવ, 75 કલાક રોકાવ. ગામમાં દેશની ઉપલબ્ધીઓ, દેશની આઝાદીની તમામ વસ્તુઓ વિશે જણાવો. આ માટે નાના-નાના ગ્રુપ બનાવીને જાવ. તેમણે કહ્યું હતું કે એ સુનિશ્ચિત કરવું પડશે કે આઝાદીના 75 વર્ષનો આ કાર્યક્રમ માત્ર સરકારી કાર્યક્રમ બનીને ન રહી જાય. આ કાર્યક્રમમાં દેશના દરેક લોકોની ભાગીદારી હોવી જોઈએ.

સંસદ સત્ર 19 જુલાઈથી શરૂ થયું
ઉલ્લેખનીય છે કે પેગાસસ જાસૂસી અને કૃષિ કાયદાઓના મુદ્દે બંને ગૃહોની કાર્યવાહીમાં સતત અડચણ આવી રહી છે. સરકાર અને વિપક્ષ વચ્ચેનો મતભેદ દૂર થઈ રહ્યો નથી. ઓગસ્ટ મહિનાના પ્રથમ વર્કિંગ ડે એટલે કે સોમવારે પણ કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. સંસદ સત્ર 19 જુલાઈથી શરૂ થયું છે. જોકે વધુ સમય વિપક્ષના સાંસદોના હંગામા અને વિરોધમાં જ બગડ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: