INDIA

100 કરોડ વસૂલાત કેસમાં EDની ચાર્જશીટ: અનિલ દેશમુખે સચિન વઝેને 16 બેગમાં 4.6 કરોડ રૂપિયા ભરીને તેના PAને આપવા માટે કહ્યું હતુ

મુંબઈ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દેશમુખના આદેશ પર વઝેએ કરોડો રૂપિયા શહેરના બાર માલિકો પાસેથી વસૂલ્યા હતા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખે API (હવે સસ્પેંડેડ) સચિન વઝેને પોતાના પીએ કુંદન શિંદેને સહાદ્રી ગેસ્ટ હાઉસની બહાર રાજભવન નજીક બે અલગ-અલગ જગ્યાઓ પર 4.6 કરોડ રોકડ ભરેલી 16 બેગ સોંપવા માટેના નિર્દેશ આપ્યા હતા. આ વાતનો ખુલાસો ED તરફથી હાલમાં જ વિશેષ PMLA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં થયો છે. દેશમુખના કહેવા પર વઝેએ આ રૂપિયા શહેરના બાર માલિકો પાસેથી વસૂલ્યા હતા.

ચાર્જશીટમાં સચિન વઝેની સાથે EDએ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને ચલાવતા ટ્રસ્ટ અને નવી મુંબઈની એક કંપનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક સો કરોડની સંપત્તિની માલિકી હક રાખનારી આ કંપનીની માલિકી દેશમુખના પરિવારના લોકો પાસે છે. આ સિવાય ED એ દેશમુખના ખાનગી સચિવ સંજીવ પાલાંડે અને PA શિંદે સામે ચાર્જશીટ દાખલ કરી છે. બંનેની ઇડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તે જેલમાં છે

તપાસ પૂર્ણ કર્યા બાદ સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે
ED એ કોર્ટને જણાવ્યું કે તેઓ અનિલ દેશમુખ અને તેના પરિવારના સભ્યો સામે તપાસ ચાલુ રાખી રહ્યા છે. તપાસ પૂર્ણ કર્યા પછી, તે તેની વિરુદ્ધ સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કરશે. EDએ કોર્ટને જણાવ્યું કે અનિલ દેશમુખ મહિનાઓથી EDના સમન્સને ટાળી રહ્યા છે અને તેમને દેશ છોડતા અટકાવવા માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે.

વઝેને સેવામાં યથાવત રાખવા માટે 2 કરોડ રૂપિયામાંગ્યા
​​​​​​​ચાર્જશીટમાં એવું પણ કહેવામા આવ્યું છે કે અનિલ દેશમુખે શચિન વઝેને સેવામાં યથાવત રાખવા માટે તેની પાસે રૂપિયા 2 કરોડની માંગ કરી હતી. સચિન વઝે ફરી જોડાવા બાબતે મહાવિકાસ અઘાડીના ઘણા નેતાઓ નારાજ હતા અને તેમને હટાવવાનો આગ્રહ રાખતા હતા. બાદમાં દેશમુખે સચિન વઝેને બાર માલિકો પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા હપ્તા માટેના વસૂલવા કહ્યું હતું. દેશમુખે ડીસીપી રાજુ ભુજબલ અને એસીપી સંજય પાટીલને પણ તેમના સત્તાવાર નિવાસસ્થાન પર બોલાવીને આ જ માંગ કરી હતી.

દેશમુખની કારથી રૂપિયા લેવા આવ્યો હતો PA શિંદે
​​​​​​​ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2021માં અનિલ દેશમુખે સચિન વઝેને બોલાવી તેની પાસે જમા થયેલા 1.6 કરોડ રૂપિયાની પાંચ બેગ ભરીને તેમના પીએ કુંદન શિંદેને સહ્યાદ્રી ગેસ્ટ હાઉસની બહાર સોંપવા માટે કહ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે શિંદે દેશમુખની મર્સિડીઝ કારમાં રૂપિયા લેવા આવ્યો હતો.

ત્યારબાદ ફેબ્રુઆરીમાં ફરી એક વખત દેશમુખે સચિન વઝેને બોલાવ્યો હતો અને અત્યાર સુધીમાં જમા રોકડ તેને આપવા માટે કહ્યું હતું. આ વખતે તેમણે પોતાના PAને રાજભવન સિગ્નલ પર મોકલ્યો અને તેને વઝે પાસેથી 11 બેગ લીધા હતા. તેમાં લગભગ 3 કરોડ રોકડ હતી.

રૂપિયાની વ્યવસ્થિત રીતે લેવડ-દેવડ કરાઇ
ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમુખે આ રકમમાંથી કેટલાક રૂપિયા તેમના પુત્ર ઋષિકેશ દેશમુખ દ્વારા દિલ્હીની એક પેપર કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતા અને બાકીના રૂપિયા દાનની આડમાં શ્રી સાંઈ શૈક્ષણિક સંસ્થા ટ્રસ્ટને મોકલવામાં આવ્યા હતા. આ ટ્રસ્ટ દેશમુખ અને તેમના પરિવાર દ્વારા નિયંત્રિત છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રસ્ટનો ઉપયોગ 2013 થી ગેરકાયદેસર નાણાં વ્યવહાર માટે કરવામાં આવી રહ્યો છે?

EDએ હજી નથી બનાવ્યા દેશમુખને આરોપી
​​​​​​​આ આરોપો હોવા છતાં, EDએ તેની ચાર્જશીટમાં અનિલ દેશમુખનું આરોપી તરીકે નામ આપ્યું નથી. આનું કારણ સમજાવતા EDએ કહ્યું કે ઘણી વખત ફોન કરવા છતાં દેશમુખ પૂછપરછ માટે આવ્યા ન હતા. તેથી, તે હજુ સુધી નક્કી નથી થયું કે તેઓ મની લોન્ડરિંગની સમગ્ર રમતમાં કેવી રીતે સામેલ હતા.

ED ની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે દેશમુખે તેના પરિવાર અને સહયોગીઓની મદદથી કંપનીઓનું જટિલ નેટવર્ક બનાવ્યું હતું. આમાં વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન, રિયલ એસ્ટેટ, હોટલ અને રેસ્ટોરન્ટનો ધંધો બતાવવામાં આવ્યો હતો. તેમાંના ઘણા તો એવા જાણવા મળ્યા કે કોઈ ધંધો જ ન હતો.

13 કંપનીઓમાં દેશમુખના પરિવારના સભ્યો માલિક
EDએ કહ્યું કે 13 કંપનીઓ એવી હતી જેના માલિક સીધા દેશમુખ પરિવારના લોકો જ હતા. જ્યારે, માત્ર 13 એવી કંપનીઓ હતી જે દેશમુખના મિત્રોના નામે હતી. ED એ સંપૂર્ણ ફ્લો ચાર્ટ બનાવીને બતાવ્યુ છે કે કેવી રીતે એક કંપનીમાંથી બીજી કંપનીમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: