SPORTS

અટલ ટનલની પાસે બનાવવામાં આવશે ક્રિકેટ સ્ટેડિયમ, 10 હજાર દર્શક બેસી શકશે, સિસ્સૂમાં જમીન પણ નક્કી

દેશમાં સૌથી ઊંચી જગ્યાએ ક્રિકેટ સ્ટેડિયમ બનશે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં આ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થશે. 10 હજાર દર્શક બેસી શકે તેવી ક્ષમતાવાળું આ સ્ટેડિયમ અટલ ટનલ, રોહતાંગથી લગભગ 8 કિલોમીટર દૂર સિસ્સૂમાં બનાવવામાં આવશે. વર્તમાનમાં રાજ્યના સોલન જિલ્લાના યાયલમાં 7,500 ફુટની ઉંચાઈએ દેશનું સૌથી ઊંચું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેને 1891માં પટિયાલાના મહારાજા ભૂપેન્દ્ર સિંહે બનડાવ્યું હતું.

38 વીઘા જમીન ફાઈનલ
સમુદ્ર લેવલથી 11 હજાર ફુટની ઉંચાઈએ તૈયાર થનારા આ સ્ટેડિયમના નિર્માણ માટે 38 વઘી જમીન પણ ફાઈનલ કકરવામાં આવી છે. જમીનના અધિગ્રહણ માટે પ્રસ્તાવ વન સંરક્ષણ અધિનિયમ (FCA) અંતર્ગત મંજૂરી માટે દેહરાદૂન મોકલવામાં આવેશે, કે જેથી જમીનને સ્ટેડિયમ માટે સ્થાનાંતરિત કરવામાં આવી શકે અને ક્રિકેટ નિર્માણની પ્રક્રિયી શરૂ થઈ શકે.

આજુબાજુના ક્રિકેટર્સને થશે ફાયદો
લાહૌલ સ્પીતિ જિલ્લા ક્રિકેટ સંઘ છેલ્લાં સાત વર્ષથી સ્ટેડિયમ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. સ્ટેડિયમથી લાહૌલ-સ્પીતિની સાથે ચંબાના પાંગી કિલાડ, કુલ્લુ અને મંડીના ક્રિકેટરને ફાયદો થશે. લાહૌલ-સ્પીતિ જિલ્લા ક્રિકેટ સંઘના અધ્યક્ષ સુરેન્દ્ર ઠાકુરનું કહેવું છે કે તેની ફાઈલ વન વિભાગને સોંપી દેવામાં આવી છે. રાજ્ય સરકારની અનુશંસા બછી ફાઈલને FCAની સ્વીકૃતિ માટે દેહરાદૂન મોકલવામાં આવશે. જે બાદ સિસ્સૂમાં ક્રિકેટ સ્ટેડિયમ નિર્માણનો રસ્તો સાફ થઈ જશે.

માઈનસ 20 ડિગ્રીથી નીચે જતું રહે છે તાપમાન
સિસ્સૂનું તાપમાન શિયાળામાં માઈનસ 20 ડિગ્રીની નીચે જતું રહે છે. જ્યારે ગરમીઓમાં સામાન્ય રીતે 15થી 20 ડિગ્રી રહે છે. વર્ષના લગભગ 7 મહિના અહીંનું વાતાવરણ અનુકુળ રહે છે જે ક્રિકેટ માટે યોગ્ય રહેશે. આ આધારે જ આ જગ્યાની પસંદગી કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: