SPORTS

અશ્વિને લીગમાંથી નામ પરત લીધું, કહ્યું- કોરોનાના મુશ્કેલ સમયમાં પરિવાર સાથે રહેવા માગું છું

આખો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. રોજ 3 લાખથી વધારે નવા કેસ આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોના જીવ જઈ રહ્યા છે. આ સંજોગોમાં પણ દેશમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે હવે અમુક મોટા ખેલાડીઓ મહામારીને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટમાંથી તેમનું નામ પરત લઈ રહ્યા છે. રવિવારે દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રાજસ્થાન રોયલ્સના ફાસ્ટર બોલર એન્ડ્ર્યુ ટાઈએ પણ ટૂર્નામેન્ટમાંથી પાછા હટવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં રાજસ્થાનના જ લિયામ લિવિંગસ્ટોન પણ બાયોબબલથી કંટાળીને ઈંગ્લેન્ડ પરત જઈ ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પર આપી માહિતી
દિલ્હીના હૈદરાબાદ સામે સુપર ઓવરમાં જીત પછી અશ્વિને સોશિયલ મીડિયા પર મેસેજ દ્વારા લીગથી હટવાની માહિતી આપી છે. અશ્વિને લખ્યું છે કે મારા પરિવારના સભ્ય અને અન્ય પરિવારજનો કોરોના સામે લડી રહ્યાં છે. આ મુશ્કેલ સમયમાં હું તેમની સાથે રહેવા માગું છું. જો સ્થિતિમાં સુધારો થશે તો હું ફરીથી રમવા આવીશ. ધન્યવાદ.

અન્ય બે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ લીગ છોડવાની વાત કરી
માનવામાં આવે છે કે IPLમાં ભાગ લેનાર ઓસ્ટ્રેલિયાના બે અન્ય ખેલાડીએ (તેમનાં નામ હજી જાહેર કરવામાં આવ્યાં નથી) પણ તેમની ફ્રેન્ચાઈઝીને કહી દીધું છે કે તેમના પરત ફરવાની વ્યવસ્થા કરી આપે. તેઓ લીગથી બહાર થવા માગે છે. દિલ્હી કેપિટલ્સ ટીમના કોચ રિકી પોન્ટિંગે પણ કહ્યું હતું કે ખેલાડીઓ વચ્ચે ગ્રાઉન્ડની અંદરના પ્રદર્શથી બહાર થઈ રહ્યા છે, તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે આ સમયે કદાચ દેશમાં ખેલાડીઓ જ સૌથી વધારે સુરક્ષિત છે.

ઘણી ફ્રેન્ચાઈઝીએ પણ વિરોધ વ્યક્ત કર્યો
સૂત્રોએ જણાવ્યું હતું કે અંદાજે ચાર ફ્રેન્ચાઈઝીએ પણ એવું કહ્યું હતું કે આવા વાતાવરણમાં તેમના ખેલાડીઓ ટ્રાવેલ કરવા નથી માગતા. જોકે તેમણે લેખિતમાં લીગ રદ કરવાની કોઈ માગણી નથી કરી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: