SPORTS

આજે રાજસ્થાન-કોલકાતાની મેચ સાંજે 7:30 કલાકે: બંને સુકાનીઓનું પ્રદર્શન ટીમ માટે ચિંતાનો વિષય

18મી મેચમાં શનિવારે રાજસ્થાનની સામે કોલકાતા ટકરાશે. બંને ટીમોએ અત્યાર સુધી 4-4 મેચ રમ્યા છે જેમાં માત્ર 1-1 જ મેચ જ જીતી છે. અત્યાર સુધીના પ્રદર્શનના આધારે રાજસ્થાન કરતા કોલકાતાની ટીમ મજબુત દેખાઇ રહી છે.

ગત મેચમાં સુકાની મોર્ગને ટીમમાં ઘણા બદલાવ કર્યા હતા. પણ તેનું ફોર્મ જ ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો છે. મિડલઓર્ડરના બેટ્સમેનો ગત મેચમાં સારૂ રમ્યા હતા. પણ ટોપ ઓર્ડરે પણ જવાબદારી લેવી પડશે. પણ અત્યાર સુધી પ્લેઇંગ ઇલેવન નક્કી નથી. જોફ્રા આર્ચર પણ પુરી લીગમાંથી બહાર થઇ ચુક્યો છે. તેમની મોટી તકલીફ સુકાની સતત સારૂ પ્રદર્શન નથી કરી રહ્યા. સંજુ સેમસને દેખાડવું પડશે કે તે સતત લાંબી ઇનીંગ રમી શકે છે.

રાજસ્થાન સાથે વાન ડેર ડુસેન જોડાઇ શકે છે
દ.આફ્રિકાના બેટ્સમેન વાન ડેર ડુસેન રાજસ્થાન સાથે જોડાઇ શકે છે. હાલ રાજસ્થાનની પાસે માત્ર 5 વિદેશી ખેલાડી છે. તે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ટીમ સાથે જોડાઇ શકે છે.

અત્યાર સુધી બંને ટીમો વચ્ચે બરાબરીની ટક્કર રહી છે
ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે રમાયેલ કુલ 23 મેચમાં રાજસ્થાન 10 અને કોલકાતાએ 12 મેચ જીતી છે. 1 મેચ પરીણામ વગરની રહી. ગત સીઝનમાં બંને મેચ કોલકાતાએ જીતી હતી. મુંબઈની પિચ બેટીંગ માટે અનુકુળ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: