SPORTS

ઈન્ડિયન ક્રિકેટની ‘સુપરવુમન’: ઇંગ્લેન્ડ સામેની મેચમાં હરલીને બાઉન્ડ્રી લાઇન પર ફ્લાઇંગ કેચ પકડ્યો; તેંડુલકરે આને કેચ ઓફ ધ યર કહ્યો

9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • T-20 સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા 18 રનથી હારી ગયું છે

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે T-20 સિરીઝની શરૂઆત થઈ ગઈ છે. આ મેચ ટીમ ઈન્ડિયા 18 રનથી હારી ગઈ હતી. પરંતુ તેમાં ઈન્ડિયન ટીમની હરલીન દેઓલે સુપરવુમન બનીને દર્શકોના દિલ જીતી લીધા હતા. એણે બાઉન્ડ્રી લાઇન પર જેવી રીતે ફ્લાઇંગ કેચ પકડ્યો હતો તેને જોઇને તો દિગ્ગજ ક્રિકેટરો પણ અચંબિત થઈ ગયા હતા. તેંડુલર અને હરભજન સિંહ સહિત ઘણા ક્રિકેટર્સે ટ્વીટ કરીને હરલીનની પ્રશંસા કરી હતી.

મહિલા ટીમની ‘ક્વૉલિટી ઓફ ક્રિકેટ’ અંગે ચર્ચા
ઈન્ડિયાની મહિલા ટીમે ટેસ્ટ મેચથી લઇને T-20 સિરીઝ સુધી પોતાનું બેસ્ટ આપ્યું છે. ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવ્યું હતું. તે મેચમાં સ્મૃતિ મંધાનાએ અશક્ય હોય તેવો કેચ ડાઇવ મારીને પકડ્યો હતો, જેની દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી હતી. તેવીજ રીતે પહેલી T-20 મેચમાં હરલીન દેઓલે પણ સુપરવુમનની જેમ ફ્લાઇંગ કેચ પકડીને દર્શકોના દિલ જીતી લીધા છે.

દિગ્ગજ ક્રિકેટર્સે પણ હરલીનના કેચની પ્રશંસા કરી
હરલીને ઇંગ્લેન્ડની ઇનિંગની 19મી ઓવરમાં એમી જોન્સનો બાઉન્ડ્રી લાઇન પર પ્રશંસનીય કેચ પકડ્યો હતો. હરલીનના કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમા ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહે પણ પ્રતિક્રિયા આપી હતી. હરભજને કેચનો વીડિયો શેર કરીને પ્રશંસનીય કેચ પકડ્યો હોવાની વાત કરી હતી.

સચિન તેંડુલકરઃ ટીમ ઈન્ડિયાના માસ્ટર બ્લાસ્ટરે તેંડુલકરે આને કેચ ઓફ ધ યર જણાવ્યો હતો. આની પહેલા મેં ક્યારે પણ કોઇને આવો કેચ પકડતા જોયા નથી.

ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન લિસા સ્થાલેકરે કહ્યું કે આ સિરીઝનો અત્યારસુધીનો સૌથી બેસ્ટ કેચ છે.

ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન લિસા સ્થાલેકરે કહ્યું કે આ સિરીઝનો અત્યારસુધીનો સૌથી બેસ્ટ કેચ છે.

T-20 સિરીઝની પહેલી મેચ ઇંગ્લેન્ડની ટીમે જીતી
વરસાદના વિઘ્ને આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમનું પલડું ભારે રહ્યું હતું. એણે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાને બેડ વેધર અને વરસાદના કારણે ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે 8.4 ઓવરમાં 73 રન બનાવવાનાં હતા. પરંતુ ઈન્ડિયન ટીમ આ મેચમાં 3 વિકેટના નુકસાને માત્ર 54 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા સિરીઝની પહેલી મેચ 18 રનથી હારી ગઈ હતી.

ઇંગ્લિશ ખેલાડી નતાલી શાઈવર અને જોન્સની શાનદાર ઈનિંગ
ઈંગ્લિશ ખેલાડી નતાલી શાઇવર અને એમી જોન્સે આક્રમક ઈનિંગ રમી હતી. શાઇવરે 27 બોલ પર 55 રન તથા જોન્સે 43 રનોની આક્રમક ઇનિંગ રમી હતી.

મંધાનાનો ફ્લાઇંગ કેચ વાઇરલ
ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચને 4 વિકેટે જીતી લીધી હતી. જેમાં ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન દિપ્તી શર્માની ઓવરમાં નટાલી સ્કિવેરે સ્ટેપ આઉટ કરીને લોફ્ટેડ શોટ માર્યો હતો. મિડવિકેટના આ શોટને પકડવા માટે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતે દોડ લગાવી હતી. આ કેચ પકડવો લગભગ અશક્ય હતો, તેવામાં સ્મૃતિ મંધાનાએ ડાઇવ લગાવીને કેચ પકડી લીધો હતો.

સ્મૃતિ મંધાનાનો આ કેચ જોઇને બધા અચંબિત થઈ ગયા હતા. તેના કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, દરેક ફેન આ કેચની પ્રશંસા કરી રહ્યા છે.

સ્મૃતિના બેટિંગ-ફિલ્ડીંગ સ્ટેટ્સ

ફોર્મેટ મેચ ઈનિંગ રન હાઇએસ્ટ એવરેજ 100s 50s 4s 6s
w ટેસ્ટ 3 5 167 78 33.40 0 2 29 0
w ODI 59 59 2253 135 41.72 4 18 281 28
w T-20I 78 76 1782 86 25.45 0 12 233 32

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
%d bloggers like this: