SPORTS

કોહલીની વનડે કેપ્ટનશિપ પણ સંકટમાં!: 2023 વર્લ્ડ કપ સુધી કેપ્ટન રહેશે કે કેમ એ મોટો પ્રશ્ન, છેલ્લા 2 વર્ષમાં યુવા ખેલાડીઓનો વિશ્વાસ ગુમાવ્યો; સિલેક્ટર્સથી પણ નારાજ છે વિરાટ

8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિરાટ યુવા ખેલાડીને કારકિર્દીના મધદરિયે મૂકી દેતો હતો

વિરાટ કોહલીએ આગામી મહિનામાં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાની T-20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન કેપ્ટને વર્કલોડના મુદ્દાને ટાંકીને આ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે, પરંતુ આનાથી એ સંકેત મળે છે કે વનડેમાં પણ તેને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

શું વનડેની કેપ્ટનશિપ પણ છીનવાઈ જશે?
વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે અન્ય 2 ફોર્મેટના કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળશે. પરંતુ કોઇપણ સ્પષ્ટ રૂપે એમ ના કહી શકે કે તે 2023માં આયોજિત વનડે વર્લ્ડકપમાં ઈન્ડિયન ટીમનો કેપ્ટન રહેશે કે કેમ. વર્કલોડ મેનેજમેન્ટને T-20 કેપ્ટનશિપ છોડવાનું કારણ સમજી શકાય છે, પરંતુ 2023 સુધી ઈન્ડિયાનું શેડ્યૂલ જોઇએ તો વર્લ્ડ કપ સિવાય ટીમને લગભગ 20 દ્વિપક્ષીય T-20 મેચ પણ રમાવાની છે.

કોહલી પાસેથી ‘વિરાટ’ પ્રદર્શનની આશા
BCCIના એક સૂત્રે PTIને કહ્યું હતું કે વિરાટને પણ આ અંગે જાણ છે કે જો તે UAEમાં T-20 વર્લ્ડ કપમાં સારુ પ્રદર્શન નહીં કરે તો તેને વનડે, T-20 ટીમના કેપ્ટન તરીકે હટાવી શકાય છે. તેણે કહ્યું કે વિરાટે પોતાના પરથી થોડુ પ્રેશર હળવું કર્યું છે. કારણકે અવે લાગી રહ્યું છે કે તે પોતાની શરતો પર આ કામ કરી રહ્યો હતો. જો T-20માં તેના પ્રદર્શનમાં કોઇ બાંધછોડ થાય છે તો કદાચ 50 ઓવરમાં તેનાથી આમ નહીં થાય.

BCCIના એક સીનિયર અધિકારીએ ગુરુવારે પ્રકાશિત કરેલા નિવેદનના વિવિધ રસપ્રદ પહેલું અંગે PTIને કહ્યું- જો તમે સૌરવ ગાંગુલી અને જય શાહના નિવેદનને જોશો તો સ્પષ્ટપણે તેમણે માત્ર વિરાટને શુભેચ્છા પાઠવી છે. પરંતુ તેમના આ નિવેદનમાં બંનેએ 2023 વર્લ્ડ કપ સુધી વિરાટ કેપ્ટન રહેશે કે નહીં એનો ઉલ્લેખ કર્યો નથી. તેથી તે કેપ્ટન રહેશે એવા કોઇ તારણ પર આપણે આવી શકીએ નહીં.

BCCI જો ભવિષ્યમાં કોહલી પાસેથી વનડેની કેપ્ટનશિપ છીનવી લેશે તો એમા કોઇ નવાઈની વાત નહીં રહે. T-20 વર્લ્ડ કપમાં ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યા પછી કોહલીને 50 ઓવરના ફોર્મેટમાં પણ એક બેટ્સમેન તરીકે ઉતરવું પડી શકે છે.

રોહિત યુવા ખેલાડીને સાથે લઇને ચાલે છે
આમા કોઇ શંકા નથી કે ડ્રેસિંગ રૂમમાં વાઇસ કેપ્ટન રોહિત શર્માને ‘નેતૃત્વકર્તા’ માનવામાં આવે છે, જેણે યુવાનોને સાથે લઇને મેચ જીતતા શીખ્યું છે અને તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે દર વર્ષે આમ કરે છે. વળી કોહલીને યુવાઓનું સમર્થન પણ મળી રહ્યું નથી. તેના નજીકના મિત્રોએ જણાવ્યા પ્રમાણે કોહલીની કાર્યશૈલીમાં ફ્લેક્સિબિલિટીનો અભાવ છે. વળી તેમાં સાઉથેમ્પટનમાં WTC ફાઇનલમાં બે સ્પિનરો સાથે ઉતરવાનો નિર્ણય હોય કે પછી 2019 વર્લ્ડ કપ પહેલા ચોથા નંબર પર કોઇ પ્રોપર બેટ્સમેનને યોગ્ય તક ન આપવાની વાત હોય, કોહલી દરેક વખતે પોતાની ફ્લેક્સિબિલિટીના અભાવે યુવા ખેલાડીઓના નિશાને આવતો રહ્યો છે.

ઈન્ડિયાએ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં ભલે 2-1થી લીડ મેળવી લીધી હોય, પરંતુ વિશ્વના નંબર-1 સ્પિનર રવિચંદ્રન અશ્વિનને એકપણ ટેસ્ટમાં તક ન આપવાને કારણે વિરાટની કેપ્ટનશિપ સામે સવાલો ઉઠી રહ્યા છે.

યુવા ખેલાડીઓ પર ભરોસો કરતો નથી કોહલી…
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કેપ્ટનને ટીમમાં તમામ ખેલાડીઓનું સમર્થન પ્રાપ્ત નથી. ખાસ કરીને વિરાટ ટીમના જુનિયર ખેલાડીઓને વધુ મહત્ત્વ આપતો નથી. PTI સાથે વાત કરતાં પૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે વિરાટની સાથે મૂળ સમસ્યા કોમ્યુનિકેશનની છે. જો આપણે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો તેનો રૂમ જુનિયર ખેલાડીઓ માટે 24 કલાક ખુલ્લો રહેતો હતો, ત્યાં ખેલાડી ધોની સાથે આવીને જમવાનું જમી શકતા હતા, વીડિયો ગેમ રમી શકતા હતા, ઈન્ડોર અથાવ આઉટ ડોર ગેમ માટે પણ તેઓ ધોનીને એક મિત્રની જેમ આમંત્રિત કરી શકતા હતા.

પરંતુ વિરાટ કોહલીની વાત કરીએ તો મેદાનની બહાર તેની સાથે વાતચીત કરવા માટે ખેલાડીઓને ઘણી મુશ્કેલી પડતી હતી. જો ટીમના ખેલાડીઓ કોહલી સાથે સંપર્ક સાધી શકતા ન હોય તો પછી યુવાઓ તેને કેપ્ટન તરીકે કેવી રીતે સ્વીકારી શકે? એ ચર્ચાએ પણ અત્યારે જોર પકડ્યું છે.

વિરાટ યુવા ખેલાડીને કારકિર્દીના મધદરિયે મૂકી દેતો હતો
મીડિયા રિપોર્ટના આધારે વિરાટ કોહલીને ટીમના ખેલાડીઓનું સમર્થન મળવાનું પણ બંધ થઈ ગયું હતું. તેમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ વિરાટથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પ્રત્યે જુનિયર ખેલાડીની એવી ગ્રંથી બંધાઈ ગઈ છે કે તે ક્યારેય પણ અમને કારકિર્દીના મધદરિયે છોડીને જતો રહેશે. અમને યોગ્ય તક નહીં મળે. વળી, એક પૂર્વ ક્રિકેટરે PTIને જણાવ્યું હતું કે વિરાટ કોહલી સાથે સંપર્ક સાધવો લોઢાના ચણા સમાન છે.

વિરાટ સિલેક્શન કમિટિથી પણ નારાજ છે
રિપોર્ટ્સના આધારે જોવા જઇએ તો કેપ્ટન કોહલી, ચેતન શર્માની અધ્યક્ષતા હેઠળ જે સિલેક્શન કમિટિ છે તેનાથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ઇંગ્લેન્ડ ટૂર પર શિખર ધવનને સામેલ કરવા માગતો હતો અને આ અંગે તેનો સિલેક્શન કમિટિ સાથે ઊગ્ર ચર્ચા પણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: