SPORTS

ગેમ ઓફ ‘કેપ્ટનશિપ’ થ્રોન: કોહલીના નિર્ણય પાછળ સાચું કારણ શું હોય શકે? MIના ખેલાડીનો દબદબો કે પછી કોહલીનો સ્વભાવ! જાણો તેના સુકાનીપદ છોડવા પાછળનું ગણિત

  • Gujarati News
  • Sports
  • Cricket
  • What May Be The Actual Purpose Behind Kohli’s Choice? MI’s Dominance Or Kohli’s Temperament! Be taught The Math Behind Leaving His Captaincy

એક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • T-20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં 7 મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ખેલાડી

ટેસ્ટ ક્રિકેટની રેડ ચેરી હોય કે પછી વ્હાઇટ બોલ ક્રિકેટ, છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીનું ગણિત ચાલી રહ્યું નથી. વળી હવે T-20 વર્લ્ડ કપને ગણતરીના દિવસો બાકી છે અને કોહલીએ આ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધા છે. તેવામાં એક બાજુ કેટલાક ફેન્સ તેના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી બાજુ કિંગ કોહલીના ફેન્સને આ નિર્ણય પસંદ આવ્યો નથી. હવે એ જોવાજેવું રહ્યું કે શું કોહલીએ કોઇના દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે કે પછી પોતાની બેટિંગ પર ફોકસ કરવા માટે આનો ત્યાગ કર્યો છે. એટલું જ નહીં આ તમામ વિવાદો વચ્ચે અત્યારે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે વિરાટે BCCIને વાઇસ કેપ્ટન પદ માટે રાહુલ અથવા પંતમાંથી કોઇ એકનું નામ પસંદ કરવા પણ નિવેદન આપ્યું હતું.

હવે જો કેપ્ટનશિપ માટે ટીમની અંદર આ પ્રમાણે વિવાદ ચાલતો રહ્યો તો શું આવા વાતાવરણ વચ્ચે ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપ જીતી શકશે? આ તમામ વિવાદો વચ્ચે દિવ્યભાસ્કરે 3 મહિના પહેલા આ વિવાદ અંગે જાણ કરતા કેટલાક કારણો તેના વાંચકો સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડીને રોહિતને આ પદ આપી શકે છે એ વાતનો ઉલ્લેખ અને ડેટા એનાલિસિસ કરાયું હતું. આ અહેવાલને વિગતવાર વાંચવા માટે અહીં ક્લિક કરો…

તો ચલો આપણે વિરાટના સુકાનીપદ છોડવા પાછળના મુખ્ય કારણો પર એક નજર ફેરવીએ….

દશેરાના દિવસે જ ઘોડો ના દોડે…આવી સ્થિતિ અત્યારે ટીમ ઈન્ડિયાની છે. મહેનત કરીને ટીમ નૉકઆઉટ સ્ટેજમાં તો આવી જાય છે પરંતુ ત્યાંથી તો પછી સીધી ઘર ભેગી જ થઈ જાય છે. ભારતીય ટીમના કેપ્ટન તરીકે વિરાટે પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં જરૂર લખ્યું હશે, પરંતુ જ્યારે ICC ટૂર્નામેન્ટને જીતવાની વાત આવે ત્યારે કોહલીને નામ એક પણ ટ્રોફી નથી. છેલ્લા 4 વર્ષોમાં ટીમ ઈન્ડિયા 3 મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટના નૉકઆઉટ સ્ટેજમાં હારી ગઈ છે. હવે ટીમને ભવિષ્યમાં જો ટૂર્નામેન્ટ જીતવી હોય તો પોતાના સમીકરણો બદલવાની જરૂર છે. ટીમની હારનું કારણ કેઝ્યુઅલ અપ્રોચ પણ હોઈ શકે છે.

કોહલીના વળતા પાણી!
વિરાટ કોહલીના માથે કેપ્ટનશિપનો ભાર એટલો વધી ગયો છે કે એની બેટિંગમાં પણ પહેલા જેવી ધાર રહી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ કોહલીનું પ્રદર્શન પહેલા જેવું જોવા મળ્યું નથી. કોહલીએ દોઢ વર્ષથી એકપણ સદી નોંધાવી નથી. એણે 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધની ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સદી નોંધાવી હતી. ત્યારે એણે કોલકાતામાં શાનદાર 136 રન બનાવ્યા હતા. વનડેમાં વિરાટ કોહલીએ 14 ઓગસ્ટ 2019ના રોજ સદી મારી હતી. આ સદી એણે વેસ્ટઇન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં નોંધાવી હતી.

કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ

ક્રમ વર્ષ ICC ટૂર્નામેન્ટ વિરૂદ્ધ પરિણામ
1 2017 ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન હાર
2 2019 વનડે વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડ હાર
3 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ન્યૂઝીલેન્ડ હાર

વર્ષ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાને 180 રનથી હરાવ્યું હતું. ત્યારપછી 2019 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું અને હવે ફરી એકવાર કોહલી સેના ટૂર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની મેચ હાર્યું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ સિલેક્ટર કિરણ મોરેએ કેટલાક સમય પહેલા રોહિત શર્માને કેપ્ટન બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.

રોહિતને વાઇસ કેપ્ટન પદ પરથી હટાવવા માગતો હતો વિરાટ
ન્યૂઝ એજન્સી PTIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરાટ કોહલી વાઇસ કેપ્ટન પદ પરથી રોહિત શર્માને હટાવવા માગતો હતો. વિરાટ લિમિટેડ ઓવર્સમાં રોહિતના સ્થાને કે.એલ.રાહુલ અથવા રિષભ પંતને કેપ્ટન બનાવવા માગતો હતો. વિરાટે આ નિવેદનમાં રોહિતની ઉંમર 34 થઈ ગઈ હોવાનો ઉલ્લેખ કરીને યુવા વાઇસ કેપ્ટન પસંદ કરવાની વાત કરી હતી. જોકે બોર્ડને આ નિવેદન પસંદ ન આવ્યું અને અધિકારીઓને લાગ્યું કે વિરાટ પોતાનો કોઇ ઉત્તરાધિકારી ટીમમાં હોય તેવું ઇચ્છતો નથી.

રોહિત VS વિરાટ વિવાદ પહેલા પણ થયો જ છે…. આ પહેલીવાર નથી કે જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વિવાદ થયો હોવાના સમાચાર બહાર આવ્યા હોય. આની પહેલા પણ 2019 વર્લ્ડ કપ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે વિરાટ અને રોહિત એક બીજા સાથે વાતચીત પણ કરતા નહતા. જોકે તે સમયે રવિ શાસ્ત્રીએ આ સમગ્ર વિવાદની ખંડણી કરી હતી.

સંયોગ કહો કે વિવાદની પુષ્ટી!!!!… પરંતુ રોહિત ઇન્સ્ટા-ટ્વિટર પર વિરાટને ફોલો કરતો નથી
2019 વર્લ્ડ કપ પછી પણ એવા સમાચાર સામે આવતા હતા કે રોહિત શર્માએ સોશિયલ મીડિયા પરથી વિરાટ કોહલીને અનફોલો કરી દીધો છે. જોકે અત્યારે રોહિત શર્મા, ઈન્સ્ટાગ્રામ તથા ટ્વિટર હેન્ડલમાં વિરાટ કોહલીને હજુ પણ ફોલો કરી રહ્યો નથી. આ બંને ખેલાડી વચ્ચે વિવાદ છે કે નથી એ અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત જ છે. કારણે ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડમાં વિરાટ કોહલી અને રોહિતની વચ્ચે સારા સંબંધો જોવા મળ્યા હતા.

યુવા ખેલાડીઓ પર ભરોસો કરતો નથી કોહલી…
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કેપ્ટનને ટીમમાં તમામ ખેલાડીઓનું સમર્થન પ્રાપ્ત નથી. ખાસ કરીને વિરાટ ટીમના જુનિયર ખેલાડીઓને વધુ મહત્ત્વ આપતો નથી. PTI સાથે વાત કરતા પૂર્વ ક્રિકેટરે કહ્યું કે- વિરાટની સાથે મૂળ સમસ્યા કોમ્યુનિકેશનની છે. જો આપણે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો તેમનો રૂમ જુનિયર ખેલાડીઓ માટે 24 કલાક ખુલ્લો રહેતો હતો, ત્યાં ખેલાડી ધોની સાથે આવીને જમવાનું જમી શકતા હતા, વીડિયો ગેમ રમી શકતા હતા, ઈન્ડોર અથાવ આઉટ ડોર ગેમ માટે પણ તેઓ ધોનીને એક મિત્રની જેમ આમંત્રિત કરી શકતા હતા.

પરંતુ વિરાટ કોહલીની વાત કરીએ તો મેદાનની બહાર તેની સાથે વાતચીત કરવા માટે ખેલાડીઓને ઘણી મુશ્કેલી પડતી હતી. જો ટીમના ખેલાડીઓ કોહલી સાથે સંપર્ક સાધી શકતા ન હોય તો પછી યુવાઓ તેને કેપ્ટન તરીકે કેવી રીતે સ્વીકારી શકે? એ ચર્ચાએ પણ અત્યારે જોર પકડ્યું છે.

પૂર્વ ક્રિકેટરે કહ્યું કે- વિરાટની સાથે મૂળ સમસ્યા કોમ્યુનિકેશનની છે

પૂર્વ ક્રિકેટરે કહ્યું કે- વિરાટની સાથે મૂળ સમસ્યા કોમ્યુનિકેશનની છે

યુવા ખેલાડીને કારકિર્દીના મધદરિયે મૂકી દેતો હતો વિરાટ
મીડિયા રિપોર્ટના આધારે વિરાટ કોહલીને ટીમના ખેલાડીઓનું સમર્થન મળવાનું પણ બંધ થઈ ગયું હતું. તેમાં મોટાભાગના યુવા ખેલાડીઓ વિરાટથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પ્રત્યે જુનિયર ખેલાડીની એવી ગ્રંથી બંધાઈ ગઈ છે કે તે ક્યારેય પણ અમને કારકિર્દીના મધદરિયે છોડીને જતો રહેશે. અમને યોગ્ય તક નહીં મળે. વળી એક પૂર્વ ક્રિકેટરે PTIને જણાવ્યું હતું કે વિરાટ કોહલી સાથે સંપર્ક સાધવો લોઢાના ચણા સમાન છે.

વનડે અને T-20માં વિરાટથી વધુ રોહિતની કેપ્ટનશપિમાં ઈન્ડિયન ટીમ સફળ
વનડે અને T-20માં ઈન્ટરનેશનલ લેવલે ટીમ ઈન્ડિયાને રોહિતની કેપ્ટનશિપમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. રોહિતની કેપ્ટનશિપમાં વનડેમાં વિનિંગ રેશિયો 80 છે, જ્યારે વિરાટની કેપ્ટનશિપમાં ટીમ 70.43 ટકા મેચ જીતવામાં સફળ રહી છે. વિરાટે 95 વનડે મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 65 મેચ જીતી છે અને તેને 27 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વળી, રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ વનડેમાં 10 મેચ રમી છે, જેમાં 8 મેચમાં જીત તથા 2માં હારનો સામનો કરવો પડ્યો છે.

વળી, T-20માં રોહિતની કેપ્ટનશિપમાં ટીમે 78.94 ટકા મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશિપમાં 19 મેચ રમી છે, 15 મેચ જીતી છે અને 4માં હાર મળી છે. વળી, T20માં વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 60 ટકા મેચ જીતી છે. કોહલીની કેપ્ટનશિપમાં 45 T20 મેચમાંથી ઈન્ડિયાએ 27 મેચ જીતી અને 14 મેચ હારી છે. વળી, 2 અનિર્ણાયક રહી.

રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને અત્યારસુધી કુલ 5 ટાઇટલ જીતાડીને સફળ કેપ્ટનની છાપ છોડી છે.

રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને અત્યારસુધી કુલ 5 ટાઇટલ જીતાડીને સફળ કેપ્ટનની છાપ છોડી છે.

T-20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં 7 મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ખેલાડી
રોહિત શર્મા IPLનો સફળ કેપ્ટન છે. તેણે પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને અત્યારસુધી કુલ 5 ટાઇટલ જીતાડીને સફળ કેપ્ટનની છાપ છોડી છે. એટલું જ નહીં ઈન્ડિયન ટીમની T-20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં 7 ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સની ટીમના છે. તેવામાં હવે જે વર્ષોથી રોહિત સાથે રહ્યા હોય તેવા યુવા ખેલાડીઓ પણ તેની કેપ્ટનશિપ હેઠળ રમવાનું વધારે પસંદ કરી શકે છે.

ઈન્ડિયન ટીમના ખેલાડીઓ
બેટ્સમેન- વિરાટ કોહલી, રોહિત શર્મા (MI), લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ (MI)
પેસ અટેક- જસપ્રિત બુમરાહ (MI) , ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
ઓલરાઉન્ડર- હાર્દિક પંડ્યા (MI), રવિન્દ્ર જાડેજા
સ્પિન અટેક – રાહુલ ચાહર (MI), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી
વિકેટ કીપર – લોકેશ રાહુલ, રિષભ પંત, ઇશાન કિશન (MI)

સ્ટેન્ડ બાય- શ્રેયસ ઐયર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: