SPORTS

પહેલા મેડલ પછી લગ્ન- મીરાબાઈ: 2016ની નિષ્ફળતા બાદ મીરાબાઈ પર સ્પોર્ટ્સ છોડવા દબાણ બનાવાયું હતું, હવે આગામી ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનો ગોલ

24 મિનિટ પહેલાલેખક: રાજકિશોર

  • કૉપી લિંક

વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી પરિવાર, રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. દેશ-વિદેશથી એમને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. જોકે, પાંચ વર્ષ પહેલા એવી સ્થિતિ હતી કે મીરાબાઈ હવે કદાચ રમવાનું છોડી દેશે.

2016 રિયો ઓલિમ્પિકમાં મીરાબાઈ એકવાર પણ વેઇટ લીફ્ટ કરી શકી નહોતી. જેના કારણે એને ટૂર્નામેન્ટમાંથી ડિસક્વોલિફાઈ કરી દીધી હતી. મીરાબાઈનું પ્રદર્શન જોઇને તેના ઘરવાળા પણ લગ્ન કરવાનો ફોર્સ કરી રહ્યા હતા. તેમના પરિવારનાં સભ્યોએ કહ્યું હતું કે રમવાનું બઉં થયું હવે લગ્ન કરીને ઘર-સંસાર માંડો, જેના જવાબમાં મીરાબાઈએ કહ્યું હતું કે જ્યાં સુધી હું ઓલિમ્પિકમાં મેડલ નહીં જીતું ત્યાં સુધી લગ્ન નહીં કરું.

આનો ઘટસ્ફોટ મીરાબાઈનાં માતા-પિતાએ કર્યો હતો. ટોક્યોમાં મીરાબાઈની સફળતા પછી ભાસ્કરે એમના પિતા સૈખોમ કૃતિ મીટી અને માતા ટૉમ્બી લીમા સાથે વાતચીત કરી હતી. મીરાએ ટોક્યોમાં સિલ્વર જીત્યા પછી માતાને કહ્યું હતું કે હવે હું બીજી ઓલિમ્પિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને આવીશ. જાણો ઈન્ટર્વ્યૂનાં કેટલાક મહત્ત્વપૂર્ણ અંશો…….

સવાલઃ તમને ક્યારે જાણ થઈ કે મીરા સ્પોર્ટ્સમાં સારું પ્રદર્શન દાખવશે? એવું સાંભળવામાં આવ્યું હતું કે તે લાકડીનું વજનદાર બંડલ સરળતાથી ઉઠાવી લેતી હતી?
જવાબઃ મીરાબાઈ બાળપણથી જ સ્પોર્ટ્સમાં રસ ધરાવે છે. તે ટીવી પર ફિલ્મો અને સીરિયલ જોવાની જગ્યાએ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ જોતી હતી. મીરાબાઈ જ્યારે 5-6 વર્ષની હતી ત્યારે સરળતાથી પાણી ભરેલી ડોલ લઈને પહાડો પર ચડી જતી હતી. સમય પસાર થતા મીરાબાઈ જ્યારે 10 વર્ષના હતા, ત્યારે જમવાનું બનાવવા માટે લાકડાની ગઠરીઓ લઈને સરળતાથી લાંબુ અંતર કાપી શકતી હતી.

બાળપણથી જ તે ભારે વજનવાળી વસ્તુઓ ઉઠાવી શકતી હોવાથી એને દેશની મહાન વેઇટલિફ્ટર કુંજૂ રાની દેવીમાંથી ઘણી પ્રેરણા મેળવી હતી. પહેલા તેના માતા-પિતાએ ના પાડી પછી તે માની ગયા હતા.

સવાલઃ મીરાબાઈએ વેઇટલિફ્ટિંગની તાલીમ કરાવવા માટે તમારે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો?
જવાબઃ અમારું ગામ ઇમ્ફાલથી 20 કિ.મી.ના અંતરે છે. અમારા માટે સૌથી મોટી સમસ્યા તેને એકલી ઇમ્ફાલમાં ટ્રેનિંગ માટે મોકલવી હતી. પરંતુ મીરાના આગ્રહ સામે અમારે નમવું પડ્યું. અને અમે તેને સમજાવ્યું કે ઇમ્ફાલમાં તાલીમ લેવાનું મુશ્કેલ બનશે, પરંતુ તે દિવસમાં 40 કિલોમીટરની મુસાફરી કરવા માટે તૈયાર હતી. શરૂઆતમાં ગામમાં તે વાંસના બનેલા બંડલનું વજન ઉપાડતી હતી. ત્યારપછી એણે ઇમ્ફાલ ટ્રેનિંગ શરૂ કરી અને સારી તાલીમ બાદ મીરાબાઈએ નેશનલમાં મેડલ જીતવાનું શરુ કરી દીધું હતું. એના સતત સારા પ્રદર્શનનાં પરિણામે તેની પસંદગી સાઈમાં થઈ અને પછી ત્યાં જ રહેવા લાગી હતી.

સવાલઃ વેઇટલિફ્ટરનો ડાયટ પ્લાન યૂનિક હોય છે? જ્યારે એણે આ ગેમમાં જંપલાવ્યો ત્યારે મીરાબાઈએ ડાયટ પ્લાન કેવી રીતે મેનેજ કર્યો હતો?
જવાબઃ અમારો પરિવાર ગરીબ હતો. અમારી પાસે એક ટૂકડો જમીન હતી. તેવામાં એના પિતા અમારી સાથે બીજાની જમીનમાં પણ ખેતી કરીને કમાણી કરતા હતા. વેઇટલિફ્ટરનું ડાયટ એટલું મોંઘુ હતું કે અમે તેને અફોર્ડ કરી શકવાની સ્થિતિમાં નહોતા. આ સ્થિતિને પહોંચી વળવા માટે અમારા પરિવારે ગામમાં એક ચા-નાશ્તાની દુકાન ખોલી અને પછી એમાથી જે કમાણી થતી એનાથી આનું ડાયટ મેનેજ કરતા હતા.

સવાલઃ રિયો ઓલિમ્પિકની અસફળતા પછી મીરાબાઈએ કેવી રીતે પોતાને મોટિવેટ કર્યા?
જવાબઃ મીરા જ્યારે રિયો ઓલિમ્પિકમાં અસફળ રહી હતી, ત્યારે અમને લાગ્યું કે એનું કરિયર હવે ખતમ થઈ જશે. પરિવારના સભ્યો સાથે મળીને અમે મીરાને લગ્ન કરીને ઘર સંસાર માંડવા ટકોર કરી હતી. પરંતુ મીરાએ આ તમામ વાતોનું ખંડન કરતા કહ્યું કે જ્યાં સુધી હું ઓલિમ્પિકમાં મેડલ નહીં જીતું ત્યાં સુધી લગ્ન નહીં કરું.

સવાલઃ મેડલ જીત્યા પછી મીરાબાઈ સાથે શું વાત થઈ?
જવાબઃ મેડસ જીત્યા પછી મીરાબાઈએ અમને વીડિયો કોલ કર્યો હતો. એણે અમારી સાથે ગામના વરિષ્ઠ લોકોના આશીર્વાદ પણ લીધા હતા. મીરાએ કોલ દરમિયાન કહ્યું હતું કે મારું દેશ માટે મેડલ જીતવાનું જે સપનું હતું તે પૂરું થઈ ગયું છે.

સવાલઃ શું ચાનૂ સાથે ટોક્યો ગયા પછી વાતચીત થઈ હતી? મીરા છેલ્લે ક્યારે ઘરે આવી હતી.
જવાબઃ મીરા જ્યારે ઓલિમ્પિક માટે જાપાન ગઈ એની પહેલા અમારે એની સાથે વાતચીત થઈ હતી. તે સમયે મીરાએ અમને વીડિયો કોલ કર્યો હતો અને મેડલ જીતવા માટે આશીર્વાદ માગ્યા હતા. એ લગભગ 4 મહિના સુધી ઘરે નહોતી આવી. આ દરમિયાન અમે મીરા સાથે વીડિયો કોલ પર જ વાત કરતા હતા.

સવાલઃ ઘરમાં કેટલા સભ્યો છે? શું મીરાબાઈની જેમ અન્ય કોઇ સભ્ય પણ સ્પોર્ટ્સમાં જવા માગે છે?
જવાબઃ મારે 2 દીકરા અને 4 દીકરી છે. મીરા સૌથી નાની છે. મીરા સિવાય મારા દરેક સંતાનો પરણેલા છે. મારો મોટો દીકરો સેનામાં છે, જ્યારે નાનો ઘરમાં જ રહે છે.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: