SPORTS

‘મિશન ઓક્સિજન’માં તેંડુલકરે 1 કરોડ રૂ. ફાળવ્યાં; શિખર 20 લાખ રૂ. સહિત IPLની ઈનામની ધનરાશિ પણ દાનમાં આપશે

તેંડુલકરે 1 કરોડ અને શિખર ધવને 20 લાખ રૂપિયા ફાળવ્યાં છે.

  • KKRનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ દેશની સ્થિતિને જોતા સૌથી પહેલા આગળ આવ્યો હતો, 38 લાખ રૂ. ફાળવ્યાં હતા

ભારત દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ઘણી કષ્ટદાયક સાબિત થઈ રહી છે. દેશમાં હોસ્પિટલમાં બેડ મેળવવા અને પ્રાણવાયુ માટે લોકો વલખાં મારી રહ્યા છે. જેથી આ સમસ્યાને પહોંચી વળવા માટે વિવિધ દિગ્ગજ ક્રિકેટરોએ પણ યથાશક્તિ ધનરાશિ ફાળવી હતી. જેમાં સચિન તેડુંલકરે 1 કરોડ, શિખર ધવને 20 લાખ અને IPLની મેચ પછી મળતી તમામ ધનરાશિ, જયદેવ ઉનડકટે 10 ટકા IPLનો પગાર આપીને પોતાનાથી બનતી મદદ કરી હતી નિકોલસ પૂરન પણ પોતાની આવકનો કેટલોક હિસ્સો ફાળવશે, એની સાથે RR અને DCએ પણ આર્થિક સહાયતા કરવાની વાત ઉચ્ચારી હતી. વિદેશી ખેલાડી પેટ કમિન્સે 38 લાખ અને બ્રેટ લીએ 40 લાખ રૂપિયાની સહાયતા કરી હતી.

ધવન ઈનામની રકમ પણ દાનમાં આપશે
અનુભવી ભારતના દિગ્ગજ ઓપનર શિખર ધવને ઓક્સિજન સિલિન્ડર અને કોન્સન્ટ્રેટર ખરીદવા માટે એક NGOને 20 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ધવને કોવિડ -19 રોગચાળાની જીવલેણ બીજી લહેર સામે લડત આપી રહેલી ભારતીય હોસ્પિટલોને મદદ કરવા માટે પોતાનાથી બનતો પ્રયાસ કર્યો હતો. ધવને મેચના અંતમાં જે ઈનામની ધનરાશિ મળે છે, તેને દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. શિખર ધવન હવે પછીની દરેક મેચમાં જેટલી પણ ધનરાશિ જીતશે એને કોવિડ સામે લડતા આપવા મદદ કરતી સંસ્થાઓને દાનમાં આપશે.

ધવને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું
ધવને સોશિયલ મીડિયાની પોસ્ટમાં કહ્યું હતું કે, ” દેશના દરેક લોકોએ અત્યારના કપરા સમયમાં એકબીજાની પડખે ઊભાં રહેવું જોઈએ. લોકોએ તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને એકસાથે મળીને કોરોનાને હરાવવાનો છે”

શિખર ધવને હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સની પ્રશંસા કરી હતી અને એમનો આભાર પણ માન્યો હતો. ધવને કહ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી તેઓ આ મહામારી સામે લડત આપી રહ્યા છે. આપણે પણ એમની સહાયતા કરવી જોઈએ. ધવને દેશના દરેક લોકોને કોવિડની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવ્યું હતું.

ક્રિકેટના ભગવાને પણ ફાળો આપ્યો
ભારતમાં ક્રિકેટના ભગવાનનો દરજ્જો પ્રાપ્ત કરનારા સચિન તેડુંલકરે પણ કોવિડ સામે લડત આપી રહેલા ભારત દેશને ઓક્સિજનના કોન્સન્ટ્રેટર ખરીદવા માટે 1 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે, જેથી હું મિશન ઓક્સિજનમાં ફાળો આપી રહ્યો છું. આની શરૂઆત દિલ્હી-NCRના 250 ઉદ્યમીઓએ કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવાનો છે. તેઓએ આના માટે એક ફન્ડ બનાવ્યું છે અને જેમાં જમા થયેલી ધનરાશિથી તે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની આયાત કરીશસે અને દેશની હોસ્પિટલો સુધી પહોંચાડશે.

સચિનની સહાયતા કર્યા પછી મિશન ઓક્સિજને પણ એમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તેંડુલકરે જે 1 કરોડ રૂપિયાની સહાયતા કરી છે, તેનાથી દેશભરની હોસ્પિટલના ઘણાબધા દર્દીઓને અમે મિશન ઓક્સિજન અંતર્ગત જથ્થો પહોંચાડી શકીશું. તેઓએ ફરીથી એકવાર દિલ જીતી લધું છે.

નિકોલસ પછી IPLની કેટલીક ટીમ પણ ધનરાશિ ફાળવશે
પંજાબ કિંગ્સના ખેલાડી નિકોલસ પૂરને પણ દેશમાં ચાલી રહેલી મહામારી સામે લડત આપવા અને આર્થિક સહાયતા કરવા માટે પોતાની IPLની આવકમાંથી કેટલોક ભાગ ફાળવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ પણ મદદ કરવા માટે આગળ આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે જાહેરાત કરી હતી કે તેઓ 7.20 કરોડ રૂપિયા કોવિડ રિલીફ ફંડમાં ફાળવશે. જ્યારે દિલ્હી કેપિટલ્સ પણ 1.50 રૂપિયા આ લડતમાં આર્થિક સહાયતાના ભાગ રૂપે ફાળવશે.

ઉનડકટ, કમિન્સ અને લીએ પણ સહાયતા કરી હતી

  • ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટે કોવિડ દર્દીઓની સારવાર અર્થે યોગ્ય તબીબી સંસાધનો પૂરા પાડવા માટે એની IPLની આવકના 10% રૂપિયાનો ફાળો આપ્યો છે. આ તમામ રકમ યોગ્ય દિશામાં ઉપયોગમાં લેવાય એની ખાતરી ઉનડકટના પરિજનો લેશે.
  • ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે કોરોના સામેની લડાઈમાં 26 એપ્રિલના રોજ PM કેર્સ ફંડમાં 50 હજાર ડોલર એટલે કે લગભગ 38 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા.
  • પેટ કમિન્સથી પ્રભાવિત થઈને 27 એપ્રિલના રોજ બ્રેટ લીએ પણ કોવિડ મહામારીના પગલે 1 બિટ કોઈન એટલે કે લગભગ 40 લાખ રૂપિયાની મદદ કરી હતી.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
%d bloggers like this: