SPORTS

હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જાડેજા T-20 ફોર્મેટમાં સિક્સની સદીથી 2 હિટ દૂર

IPL 2021ની 23મી મેચ CSK અને SRH વચ્ચે દિલ્હીના અરુણ જેટલી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ સીઝનની દિલ્હીમાં પ્રથમ મેચ રમાશે. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ચેન્નઈ ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા T-20 ક્રિકેટમાં 100 સિક્સ મારવાના રેકોર્ડથી માત્ર 2 હિટ દૂર છે. આ મેચમાં જો ધોનીની ટીમ જીતી તો ફરી એકવાર પોઈન્ટ ટેબલ પર પ્રથમ ક્રમાંક પર આવી જશે. ત્યાંજ, હૈદરાબાદની ટીમ અત્યારે છેલ્લા ક્રમાંક પર હોવાથી, જો તે મેચ જીતશે તો 4 અથવા 5માં નંબર પર આવી શકે છે.

પોઈન્ટ ટેબલની નંબર ગેમ
અત્યારે ચેન્નઈ પાસે 8 પોઈન્ટ છે અને RCBએ 10 પોઈન્ટ સાથે પ્રથમ નંબર પર સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો ધોનીની CSKએ આ મેચ જીતી તો વધુ સારા રનરેટથી 10 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર પહોંચી જશે. હૈદરાબાદ પાસે અત્યારે માત્ર 2 પોઈન્ટ છે, પરંતુ SRH જો આ મેચ જીતશે તો 4 અંક સાથે અન્ય પોઈન્ટ ટેબલની અન્ય ટીમો કરતા વધુ સારા રન રેટ સાથે 4 અથવા 5માં નંબર પર આવી પહોંચશે. આજે હૈદરાબાદ જો મોટા માર્જિનથી જીત પ્રાપ્ત કરશે તો મુંબઈની ટીમથી પણ ઉપર આવી જશે.

બન્ને ટીમને દિલ્હીના જેટલી સ્ટેડિયમની પિચ પસંદ
દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અત્યાર સુધી બન્ને ટીમે સારુ પ્રદર્શન દાખવ્યું છે. બન્ને ટીમે અહીંયા 8-8 મેચમાં 6-6 જીત પ્રાપ્ત કરી છે. આ સીઝનમાં ચેન્નઈનું પલડું ભારે છે, કારણ કે ચેન્નઈએ 5માંથી 4માં જીત પ્રાપ્ત કરી છે. વળી હૈદરાબાદની ટીમે 5માંથી 4માં હારનો સામનો કર્યો છે.

બન્ને ટીમઃ

  • CSK: મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, શાર્દૂલ ઠાકુર, લુંગી એન્ગિડી અને દીપક ચહર
  • SRH: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, વિજય શંકર, કેદાર જાધવ, રાશિદ ખાન, જગદીશ સુચિત, સંદીપ શર્મા, ખલીલ અહેમદ અને સિદ્ધાર્થ કોલ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: