SPORTS

KKRના ખેલાડી શેલ્ડન જેક્સને ICU બેડ ઉપલબ્ધ કરાવવા ટ્વીટ કર્યું, કોવિડ પોઝિટિવ માસીની હાલત ગંભીર

શેલ્ડન જેક્સને ટ્વીટ કરીને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે કલેક્ટરની સહાયતા માગી હતી.

  • શેલ્ડન જેક્સને ટ્વીટમાં ભાવનગરના કલેક્ટરને પણ ટેગ કર્યા હતા
  • કલેક્ટરે ગણતરીના કલાકોમાં ટ્વીટનો જવાબ આપીને મદદ માટે હાથ લંબાવ્યો હતો

કોરોનાને કારણે દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. દેશમાં દર 100 લોકોમાં 21થી વધુ કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દેશભરની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની પણ અછત સર્જાઈ છે. અત્યારે હોસ્પિટલમાં બેડ લેવા માટે સામાન્ય નાગરિકથી માંડીને દિગ્ગજ લોકોને પણ વલખાં મારવા પડે છે. IPL 2021માં કોલકાતાની ટીમના વિકેટ કીપર બેટ્સમેન શેલ્ડન જેક્સને પણ પોતાના માસી માટે ભાવનગરની હોસ્પિટલમાં ICU બેડ મળે એવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. શેલ્ડન જેક્સને ભાવનગરના કલેક્ટરને ટેગ કરીને મદદ માગી હતી.

કોરોના મહામારીના કારણે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ પણ ગંભીર બની ગઈ છે. અમદાવાદથી લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ અત્યારે ઓક્સિજન અને બેડની અછત વર્તાઈ રહી છે. જેથી રાજ્યના લગભગ તમામ લોકો નિઃસહાય બની ગયા છે. આવામાં KKRના વિકેટ કીપર- બેટ્સમેન શેલ્ડન જેક્સનના માસી પણ કોરોના સંક્રમિત છે. એમની તબિયતમાં સુધારો ન આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી શેલ્ડને ભાવનગરના કલેક્ટરને ટ્વીટમાં લખ્યું હતું કે “સર મારા માસીની કોવિડના કારણે તબિયત ઘણી ખરાબ છે. જો શક્ય હોય તો તમે સ્થાનિક હોસ્પિટલમાં ICU બેડની વ્યવસ્થા કરાવી આપો ને.”

કલેક્ટરે ગણતરીના સમયમાં ટ્વીટનો જવાબ આપ્યો
શેલ્ડન જેક્સને લગભગ 2:30 વાગ્યાની આસપાસ ટ્વીટ કરી હતી. જેનો ભાવનગરના કલેક્ટરે એક કલાકની અંદર જવાબ આપ્યો હતો. ભાવનગરના કલેક્ટરે લખ્યું હતું કે તમે મને માસીની સંપૂર્ણ કોન્ટેક્ટ ડિટેઈલ આપો.

આ સીઝનની IPLમાં 2 ભાવનગરના ખેલાડીઓ
ભાવનગરના બે ખેલાડીઓ ચેતન સાકરીયા અને શેલ્ડન જેક્સન ચાલુ વર્ષે IPLમાં પોતાના કાંડાનું કૌવત બતાવવા પસંદગી પામ્યા છે. ચેતન સાકરિયાને આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમે સ્થાન આપ્યું છે. તો શેલ્ડન જેક્સનની કોલકાતાની ટીમમાં પસંદગી થઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
%d bloggers like this: