SPORTS

{{metaservice.heading()}}

કોલકાતા, તા.૭

ઈ.સ. ૧૯૪૮ના લંડન અને ૧૯૫૨ના હેલસિંકી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના સભ્ય રહી ચૂકેલા હોકી લેજન્ડ કેશવ  દત્તનું ૯૫ વર્ષની વયે અવસાન થયું હતુ. કેશવ દત્તના અવસાન સાથે ભારતીય હોકીએ તેના ગોલ્ડન એરાના એક વધુ દિગ્ગજ ખેલાડીને ગુમાવ્યો છે. તેઓ હોકીના જાદુગર મેજર ધ્યાન ચંદની કેપ્ટન્સી હેઠળની ટીમમાં પણ રમી ચૂક્યા હતા. 

ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સેન્ટર હાફ-બેક કેશવ દત્તે કોલકાતાના સંતોષપુર ખાતેના તેમના ઘરે જ ગઈકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ તેમની પાછળ પત્ની અને બે પુત્રો તેમજ એક પુત્રીને વિલાપ કરતી મુકી ગયા છે. તેમના સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે. તારીખ ૨૯મી ડિસેમ્બર, ૧૯૨૫ના રોજ લાહોરમાં જન્મેલા કેશવ દત્ત ભાગલા બાદ કોલકાતામાં સ્થાયી થયા હતા. 

આઝાદી બાદ ૧૯૪૮માં લંડનમાં ઓલિમ્પિક રમવા ગયેલી ભારતીય હોકી ટીમમાં તેમનો સમાવેશ થયો હતો. લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે બ્રિટનને ૪-૦થી પરાસ્ત કર્યું હતુ અને ભારતે આઝાદી બાદ સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. લંડન ઓલિમ્પિક અગાઉ તેઓ ૧૯૪૭માં મેજર ધ્યાન ચંદની આગેવાની હેઠળ પૂર્વ આફ્રિકાનો પ્રવાસ ખેડનારી ભારતીય ટીમમાં સામેલ હતા. ચાર વર્ષ બાદ ૧૯૫૨માં હેલસિંકીમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી ટીમમાં પણ તેઓ સામેલ હતા. ભારતે તે સમયે રેકોર્ડ સળંગ પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: