SPORTS

{{metaservice.heading()}}

ટોક્યો,
તા.૨૬

ભારતીય તલવારબાજ ભવાની દેવીએ કારકિર્દીના પહેલા ઓલિમ્પિકમાં
નોંધપાત્ર દેખાવ કરતાં બીજા રાઉન્ડ સુધીની સફર ખેડી હતી. ઓલિમ્પિક તલવારબાજીના
ઈતિહાસમાં ભારતીય ખેલાડીએ સૌપ્રથમ વખત ભાગ લીધો હતો. પ્રથમ રાઉન્ડમાં તેણે
ટયૂનિશિયાની નાદિયા બૅન અઝીઝીને ૧૫-૩થી હરાવીને અસરકારક પ્રારંભ કર્યો હતો. જોકે
ત્યાર બાદ વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતી ફ્રાન્સની માનૉન બૂ્રનૅટ સામે
ભવાનીનો ૭-૧૫થી પરાજય થયો હતો.

૨૭ વર્ષની ભવાનીએ કહ્યું કે, મેં મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, પણ હું જીતી ન
શકી. હું તે બદલ બધાની માફી માંગુ છુ. હું તમારી પ્રાર્થના થકી આગામી ઓલિમ્પિકમાં
વધુ મજબુત અને મક્કમ બનીને પાછી ફરીશ.મહિલાઓની સાબ્રે ઈવેન્ટમાં ભાગ લેનારી ભવાનીએ
એમ પણ કહ્યું કે
, મારી
શરૃઆત સારી રહી નહતી. પ્રથમ હાફમાં કરેલી ભૂલો મને ભારે પડી. મેં ત્યાર બાદ
વ્યૂહરચના બદલી પણ તેનાથી ફાયદો ન થયો.

તલવારબાજીની રમતમાં સાબ્રે સૌથી ઝડપી સ્પર્ધા છે. જેમાં
કમરથી ઉપરના ભાગમાં ગમે ત્યા મારી શકાય છે. જે ફેન્સર હરિફના શરીરને સૌથી વધુ વખત
ટચ કરવામા સફળ રહે છે
, તેને
પોઈન્ટ્સ મળે છે અને સૌપ્રથમ ૧૫ પોઈન્ટ્સ નોંધાવનાર વિજેતા જાહેર થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: