SPORTS

NZનો પાકિસ્તાન પ્રવાસ રદ: ઇમરાન ખાન પણ ન બચાવી શક્યા PAK v/s NZ ક્રિકેટ સિરીઝ, ન્યૂઝીલેન્ડ સરકારે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી નિર્ણય લીધો

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Even Imran Khan Might Not Save PAK V S NZ Cricket Sequence, New Zealand Authorities Determined For Safety Causes

2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લિમિટેડ ઓવરની ક્રિકેટ સિરીઝને છેલ્લી ઘડીએ રદ કરાઈ છે. સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડ સરકારે શુક્રવારે આ સિરીઝ ન રમવાનો નિર્ણય લીધો છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ સિરીઝને સ્થગિત થઈ હોવાનું જણાવી રહ્યા છે અને આનું આયોજન ભવિષ્યમાં થઈ શકે છે તેવી માહિતી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ સિરીઝનું આયોજન કરવા પ્રયત્નો કર્યા હતા અને ન્યૂઝીલેન્ડના PM સાથે પણ ખાનગીમાં વાત કરી હતી. પરંતુ આનો કોઇ ઉપાય બહાર ન આવતા કીવી ટીમ પ્રવાસ રદ કરી દીધો છે.

કીવી ટીમને તાત્કાલિક ધોરણે પાકિસ્તાનમાંથી બહાર કઢાશે
આ ટૂરમાં 3 વનડે અને 5 T20 મેચ રમાવાની હતી. ન્યૂઝીલેન્ડની ટીમને સુરક્ષા સંદર્ભે ઇન્ટેલિજેન્સ અલર્ટ પણ મળ્યા હતા. હવે ટીમને જેમ બને તેમ જલદી પાકિસ્તાનમાંથી બહાર કાઢવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.

હોટલની બહાર નથી આવી બંને ટીમ
પહેલી વનડે મેચ ઈન્ડિયન ટાઇમિંગ અનુસાર બપોર 3 વાગ્યાથી શરૂ થવાની હતી. જેનો ટોસ 2.30 વાગ્યે થાય તે પહેલા બંને ટીમના કોઇપણ ખેલાડી હોટલની બહાર આવ્યા નહતા. વળી ખેલાડી અને સપોર્ટ સ્ટાફને હોટલમાં જ રોકાણ કરવાની સૂચના અપાઈ હતી.

2009માં થયો હતો શ્રીલંકા પર હુમલો
પાકિસ્તાનમાં ટીમની સુરક્ષાનો મુદ્દો હંમેશા ચિંતાનો વિષય બનીને રહી ગયો છે. 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ બસ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં કોઇની જાનહાની થઈ નહતી. પરંતુ કેટલાક ખેલાડી ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારપછી તમામ ટીમે પાકિસ્તાન પ્રવાસ પર જવાનું ટાળી દીધું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાને ફરીથી ત્યાં ક્રિકેટ રમાય તેવું આયોજન કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ હવે કીવી ટીમ જો પરત ફરશે તો તેની છાપ ફરીથી ખરાબ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: