SPORTS

WTC-2 માટે બંને ટીમ સજ્જ: ટીમ ઈન્ડિયા 2 પ્રેક્ટિસ મેચ રમશે, જૉ રૂટે કહ્યું- WTC ફાઇનલ રમવા માગીએ છીએ; ટીવી પર જોવા નથી માગતા

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India VS England Check Collection India Will Practice In Durham Earlier than The 5 Check Collection With The England Crew And Will Play Two Apply Matches With The County Crew; England And Wales Cricket Board Permitted

14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ટીમના દરેક ખેલાડી ફિટ રહે એના માટે પહેલા રોટેશન કર્યું હતું- જૉ રૂટ

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા પ્રેક્ટિસ મેચ રમવાની અનુમતિ આપી દીધી છે. BCCIએ 2 પ્રેક્ટિસ મેચની માગ કરી હતી. હવે ઈન્ડિયન ટીમ 4 ઓગસ્ટથી શરૂ થતી 5 ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ડરહમમાં પ્રેક્ટિસ કરશે. આ સમય દરમિયાન તે કાઉન્ટી ટીમ સાથે 4 દિવસીય અને 3 દિવસીય એમ 2 પ્રેક્ટિસ મેચ પણ રમશે. આ બંને મેચનું આયોજન ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં કરાશે.

કોહલીએ પ્રેક્ટિસ મેચની માગ કરી હતી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ હારી જતા, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ઈંગ્લેન્ડ સિરીઝ પહેલા કાઉન્ટી ટીમ સાથે પ્રેક્ટિસ મેચનું આયોજન કરવું જોઇએ. ત્યારપછી BCCIએ ટેસ્ટ સિરીઝ પહેલા ECBને 2 પ્રક્ટિસ મેચ રમાડવા વિનંતી કરી હતી.

ટીમ ઈન્ડિયા 15 જુલાઇએ ડરહમ જશે
BCCIએ તમામ ક્રિકેટરોને ડરહમમાં 15 જુલાઇના રોજ એકઠા થવાનું કહ્યું છે. WTC ફાઇનલ પછી ટીમના ખેલાડીઓ બાયો-બબલ છોડીને વેકેશન માણવા ગયા હતા. આની પહેલા ખેલાડીઓને 15 જુલાઈએ લંડનમાં એકઠા થવાનું હતું, પરંતુ હવે પ્લાન ચેન્જ થયો છે અને તમામ ખેલાડીઓ ડરહમમાં ભેગા થશે.

ECBના પ્રવક્તાએ ડેલી મેઇલને કહ્યું હતું કે ઈન્ડિયન ટીમ 1 ઓગસ્ટ સુધી ડરહમમાં ટ્રેનિંગ કરશે. અમે સુનિશ્ચિત કરીશું કે ટીમ ઈન્ડિયા તમામ ગાઇડલાઇનનું પાલન કરે અને ડરહમમાં રોકાણ કરીને ટ્રેનિંગ તથા પ્રેક્ટિસ મેચ રમે.

ઈંગ્લેન્ડની ટીમ ભારત વિરૂદ્ધની શ્રેણીમાં રોટેશન નહીં કરે
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઈન્ડિયન ટૂર પર ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને તેની રોટેશન પોલિસીને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે ભારતમાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ઘણા ખેલાડીઓને રોટેટ કર્યા હતા. પરંતુ, હવે ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટ માને છે કે રોટેશનનો તબક્કો પૂરો થઈ ગયો છે.

ઈંગ્લેન્ડે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારત સામે અને ત્યારપછી ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 5-5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. રૂટે કહ્યું હતું કે પહેલા અમે ખેલાડીનું રોટેશન એટલા માટે કરતા હતા કે આવી નિર્ણાયક મેચમાં તેઓ ફિટ રહે.

WTC ફાઇનલ રમવા માગીએ છીએ, ટીવી પર જોવા નથી માગતા
ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે. આ તબક્કામાં ઈંગ્લેન્ડની ટીમ ફાઇનલ મેચ રમવા માગે છે. WTC-2માં ઈંગ્લેન્ડે કુલ 21 મેચ રમવાની છે.

ઈંગ્લેન્ડ બેસ્ટ કોમ્બિનેશન વાળી ટીમ સાથે ઉતરશે
જૉ રૂટે કહ્યું હતું કે અમે ઈન્ડિયા સામેની સિરીઝમાં અમારી બેસ્ટ ટીમને ઉતારીશું. જોકે આ પ્લાન ખેલાડીઓની ફિટનેસના આધારે અમલમાં મુકાશે. રૂટે એ વાત નથી જણાવી કે રોટેશન પોલિસી નાબૂદ કરવી એનો અંગત નિર્ણય હતો કે પછી ECBનો હતો.

T-20માં પણ બાઉન્સ બેક કરવાની તૈયારી- જૉ રૂટ
રૂટને અત્યારે ઈંગ્લેન્ડની T-20 ટીમમાંથી બહાર કરાયો છે. રૂટે કહ્યું હતું કે ક્રિકેટના સૌથી શોર્ટ ફોર્મેટમાં હું બાઉન્સ બેક કરવા માગુ છું. તેણે કહ્યું હતું કે હું T-20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડ ટીમનો ભાગ બનવાનો પ્રયત્ન કરીશ.

ઈંગ્લેન્ડ સિરીઝ માટે ઈન્ડિયન ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, મંયક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે(વાઇસ-કેપ્ટન), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કે.એલ રાહુલ, ઋદ્ધિમાન સાહા.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
%d bloggers like this: