WORLD

{{metaservice.heading()}}

કાબુલ, તા. 17 સપ્ટેમ્બર 2021 શુક્રવાર

અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનનો કબ્જો થયા બાદથી ત્યાં માનવીય સંકટ ઉભુ થઈ ગયુ છે. દેશ ભૂખમરાની કગાર પર ઉભુ છે. લોકોની આવકના સાધન સમાપ્ત થઈ ચૂક્યા છે. બેંકોની પાસે ફંડ નથી. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે પણ અફઘાનિસ્તાનથી હાથ ખેંચી લીધા છે.

નાણાકીય ભંડોળના પ્રવક્તા ગેરી રાઈસનુ કહેવુ છે કે જ્યાં સુધી તાલિબાનને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયનુ વલણ સ્પષ્ટ થઈ જતુ નથી અને આને વૈશ્વિક માન્યતા મળી જતી નથી ત્યાં સુધી તેઓ સરકારની સાથે પોતાના સંબંધને પ્રોત્સાહન આપશે નહીં. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારની રચના બાદથી ત્યાં માનવીય સંકટ ઉભુ છે.

આર્થિક પરિસ્થિતિને લઈને ચિંતા, પરંતુ મદદ કરી શકતા નથી

આઈએમએફ પ્રવક્તા ગેરી રાઈસનુ કહેવુ છે કે તેઓ અફઘાનિસ્તાનના આર્થિક પરિસ્થિતિને લઈને ચિંતિત છે. પરંતુ તેમની મદદ ત્યાં સુધી કરી શકાતી નથી જ્યાં સુધી તેને વૈશ્વિક માન્યતા મળી જાય નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી દેશમાં કોઈ પણ માનવીય સંકટને રોકવા માટે તત્કાલ પગલા ઉઠાવવાનો આગ્રહ કર્યો છે.

કોઈ પણ દેશે આપી નથી માન્યતા

તાલિબાનમાં હાલ વચગાળાની સરકારની રચના થઈ છે. દાવો છે જલ્દી જ સ્થાયી સરકાર પણ અસ્તિત્વમાં આવશે. રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન અને તુર્કી જેવા દેશ તાલિબાનને અવસર આપવાની વાત કહી ચૂક્યા છે. પાકિસ્તાન અને ચીન તો આનાથી પણ આગળ વધી ચૂક્યા છે. તેમ છતાં હજુ પણ કોઈ દેશે તાલિબાનને સત્તાકીય માન્યતા આપી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
%d bloggers like this: