WORLD

{{metaservice.heading()}}

બીજિંગ, તા. 17 સપ્ટેમ્બર 2021 શુક્રવાર

અંતરિક્ષમાં 90 દિવસનો સમય વિતાવ્યા બાદ ચીનના ત્રણ અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. પોતાના ત્રણ મહિનાના મિશનને પૂરૂ કરીને અને બે વાર સ્પેસ વૉક કરીને ત્રણેયે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ચાઈના માટે સૌથી લાંબા સમય સુધી ચાલક દળ તરીકે ત્રણ મહિના અંતરિક્ષમાં ગુજાર્યા.

ચીની માનવીય અવકાશ એજન્સી (CMSA)એ કહ્યુ કે શેનઝોઉ-12 માનવયુક્ત અંતરિક્ષ યાન, ત્રણેય અંતરિક્ષ યાત્રીની હેશેંગ, લિયૂ બોમિંગ અને તાંગ હોંગબોને લઈને ઉત્તરી ચીનના આંતરિક મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રમાં ડોંગફેંગ ઉતરાણ સાઇટ પર ઉતર્યા.

અગાઉ આજે સવારે ચીનની સત્તાકીય ન્યૂઝ એજન્સી Xinhua  આ સમગ્ર ઘટના ક્રમને ટ્રેક કરી રહ્યુ હતુ, તેમણે જણાવ્યુ હતુ કે કેપ્સૂલ પૃથ્વીના વાતાવરણમાં ઈન્ટર કરી ચૂકી છે અને આનુ મુખ્ય પેરાશૂટ યોગ્ય રીતે ડિપ્લોય થઈ ગયુ અને આ ધીમી ગતિથી આવી રહ્યુ છે.

શેનઝોઉ-12 વાપસી મૉડ્યુલ સ્થાનિક સમયાનુસાર બપોરે લગભગ 1 વાગે અંતરિક્ષ યાનના પ્રોપેલેન્ટથી અલગ થઈ ગયુ, પ્રોપેલેન્ટ બળી ગયુ કેમ કે આ રિટર્ન કેબિનથી અલગ થયા બાદ પૃથ્વીના વાયુમંડળથી થઈને પસાર થશે. 

અવકાશયાત્રીઓ પેન સાથે રમતા જોવા મળ્યા

એક રિપોર્ટ અનુસાર આ પ્રક્રિયા એટલી સહજ અને સરળ થઈ કી અંતરિક્ષ યાત્રી ટેંગ હોંગબોને પૃથ્વી પર પાછા ફરવાની પ્રક્રિયા દરમિયાન એક કલમ સાથે રમતા જોવા મળ્યા.

ચીની કહાવત જોતા અંતરિક્ષ યાત્રી ની હેંસિગે મજાકિયા અંદાજમાં કહ્યુ કે અસલી સોના આગથી ડરતા નથી અને પોતાના ક્રૂ ની સાથે પૃથ્વીના વાતાવરણમાં બીજીવાર દાખલ થયા.

ચીને જૂનમાં શેનઝોઉ-12 મિશન લોન્ચ કર્યુ હતુ. જેમાં ત્રણ અંતરિક્ષ યાત્રીઓને સ્પેસમાં મોકલ્યુ જેથી તે ત્યાં જઈને સ્પેસ સ્ટેશનના નિર્માણાધીન કાર્યને કરી શકે. જેમાં તેમને ત્રણ મહિનાનો સમય લાગ્યો. જે હજુ સુધીના કોઈ પણ ચીની યાત્રીનુ અંતરિક્ષમાં સૌથી લાંબો પ્રવાસ હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
%d bloggers like this: